Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ત્રણ લાખનું વળતર ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ૧૪: અત્રે ચેક રીર્ટનનાં કેઇસમાં આરોપીને એક વર્ષની સજા અને ત્રણ લાખનું વળતર ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેઇસની હકીકત એવી છે કે, રાજકોટ તાલુકાનાં ગામ આણંદપર (નવાગામ)નાં રહીશ ફરિયાદી પોલાભાઇ કરણાભાઇ માટીયા એ રાજકોટમાં ગોંડલ તાલુકાનાં ગામ વાછરા મુકામે રહેતા તેમનાં સંબંધી ત્‍હોમતદાર વિશાલભાઇ બટુકભાઇ જેતાણીને પૈસાની જરૂરીયાત ઉભી થતા સંબંધના દાવે રૂા. પ,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પુરા રોકડા હાથ ઉછીના આપેલા. જે અંગે ત્‍હોમતદારે ફરીયાદી જોગ તા. ૧૯-ર-ર૦૧૯નાં રોજ નોટરી મેજી. સમક્ષ લખાણ કરી આપેલ અને ફરીયાદીને સદરહું રકમ ત્‍હોમતદાર લખાણની તારીખથી માસ ૪ (ચાર) માં ચુકવી આપશે તેવું ત્‍હોમતદારે ફરીયાદીને વચન, વિશ્‍વાસ અને ખાત્રી આપેલ. ત્‍યારબાદ ત્‍હોમતદાર ફરીયાદી પાસે આવેલ અને ફરીયાદીને જણાવેલ કે, પૈસાની સગવડ થઇ ગયેલ છે તેવું જણાવી ત્‍હોમતદારે ફરીયાદીને રૂા. ૩,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ત્રણ લાખ પુરાનો ચેક રૂા. ર,૦૦,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ પુરાનો દેના બેન્‍ક રાજકોટનો એમ બે ચેકો આપેલ.

ફરીયાદીની ઉપરોકત જણાવેલ લેણી રકમ અનવ્‍યે ત્‍હોમતદારે આપેલ ઉપરોકત ચેકો પૈકી રૂા. ૩,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ત્રણ લાખ પુરાનો તા. ૧-૪-ર૦૧૯ વાળો ચેક ફરીયાદીએ તા. ર-૪-ર૦૧૯ના રોજ બેંકમાં નાખતા સદરહું ચેકનાં નાણા અમો ફરીયાદીને વસુલ મળેલ નહીં અને સદરહું ચેક ‘‘અપુરતા ફંડના''નાં શેરા સાથે તા. ૪-૪-ર૦૧૯ના રોજ પાછો ફરેલ જેથી સદરહું ચેક અન્‍વયે ફરીયાદીએ ત્‍હોમતદાર સામે ધી નેગોશીએબલ એકટ હેઠળ રાજકોટની એડી. ચીફ જયુ.મેજી.શ્રી મકરાણીની કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ હતી.

સદરહું કેઇસ ચાલી જતા રાજકોટનાં એડી. ચીફ જયુ. મેજી. શ્રી મકરાણીએ ફરીયાદ પક્ષનો પુરાવો તથા ફરીયાદીનાં એડવોકેટની રજુઆતો ધ્‍યાને લઇ ત્‍હોમતદાર વિશાલભાઇ બટુકભાઇ જેતાણીને ૧ વર્ષની કેદની સજા તથા ત્રીસ દિવસમાં ફરીયાદીને રૂા. ૩,૦૦,૦૦૦/- વઇળતરની રકમ ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.

(4:38 pm IST)