Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

શહેરના વિવિધ રાજમાર્ગો પરથી રખડતા ૨૬૧ પશુઓ પકડયા

રાજકોટ તા. ૧૪ : મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા શહેરમાં રસ્‍તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૪ થીᅠતા.૧૦ એપ્રિલ દરમ્‍યાન શહેરના વિસ્‍તારો આર્યનગર મેઈન રોડ, સંતકબિર રોડ, ગ્રીનલેન્‍ડ ચોકડી,ᅠતિરૂપતિ બાલાજી સોસાયટી,ᅠતથા આજુબાજુમાંથી ૯ᅠપશુઓ, ગાંધીગ્રામ,ᅠદિપક સોસાયટી, વૈશાલી સોસાયટી, ભારતીનગર વિગેરે વિસ્‍તારોમાંથી ૧૪ᅠપશુઓ,ᅠપ્રદ્યુમન પાર્ક મેઈન રોડ તથા આજુબાજુમાંથી ૯ᅠપશુઓ, સંતોષીનગર, હંસરાજનગર, મોરબી હાઉસ તથા આજુબાજુમાંથી ૬ᅠપશુઓ, શેઠનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ, એસ.આર.પી.ᅠકેમ્‍પ પાસે તથા આજુબાજુમાંથી ૮ᅠપશુઓ, જડેશ્વર પાર્ક,ᅠવેલનાથ રામનગર-૧,ᅠકોઠારીયા, સંતોષપાર્ક, શિવરંજની સોસાયટી તથા આજુબાજુમાંથી ૨૪ પશુઓ, નાગેશ્વર મેઈન રોડ, રત્‍નમસિટી, ઘંટેશ્વર રોડ, જનકપુરી સોસાયટી,ᅠરવિરત્‍નમ તથા આજુબાજુમાંથી ૨૦ પશુઓ, ખોડિયારનગર, નવલનગર,ᅠગોવર્ધન ચોક તથા આજુબાજુમાંથી ૧૭ પશુઓ,ᅠસહકાર રોડ,ᅠવિવેકાનંદનગર તથા આજુબાજુમાંથી ૮ᅠપશુઓ,ᅠમોટા મૌવા,ᅠકણકોટ પાટીયા તથા આજુબાજુમાંથી ૧૧ પશુઓ, નરસિંહનગર,ᅠશિવમ સોસાયટી, જય જવાન જય કિશાન,ᅠન્‍યુશક્‍તિ સોસાયટી, બ્રહ્માણીપાર્ક, ઈન્‍દ્રપ્રસ્‍થ સોસાયટી તથા આજુબાજુમાંથી ૨૯ પશુઓ, રૈયાધાર, શાંતીનગર, ધરમનગર તથા આજુબાજુમાંથી ૮ᅠપશુઓ તથા અન્‍ય વિસ્‍તારોમાંથી મળી કુલ ૨૬૧ પશુઓ પકડવામાં આવેલ છે.

(5:15 pm IST)