Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

જાગનાથ દેરાસરમાં સાંજે પ્રભુજીને ભવ્‍ય અંગરચના : સમુહ આરતી

રાજકોટ,તા. ૧૪ : જૈનોના પરમતારક ત્રિલોકનાથ દેવાધિદેવ ચરત તિર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ અંતર્ગત આજે હૈયાના હેતથી ધર્મભકિતથી ઉજવાતા જાગનાથ જિનાલયના મુળ નાયબશ્રી મહાવીર સ્‍વામી ભગવાનની મહાપુજાનું આયોજન જેના મુખ્‍ય લાભાર્થી પરિવાર સ્‍વ. ભારતીબેન ભૂપતભાઇ લાઠીયા તેમજ લાભાર્થી પરિવાર સ્‍વ. તરૂબેન જયંતભાઇ મહેતા પરિવારની સૌને દર્શન પધારવા શ્રી રાજકોટ જૈન તપગચ્‍છ સંઘના પ્રમુખ જીતુભાઇ દેસાઇ તેમજ શ્રી જાગનાથ જિનાલયના કન્‍વીનયર તરૂણભાઇ કોઠારી તથા સહકન્‍વીનર જયંતભાઇ મહેતા તથા સર્વે ટ્રસ્‍ટી મંડળ, કારોબારી સભ્‍યોનો હાર્દિક અનુરોધ કર્યો છે. સાંજે સમુહ આરતી યોજાશે.

જાગનાથ જિનાલયમાં છેલ્લા લગભગ ૨૨ વર્ષથી અંતરના ઉલ્લાસ, ઉમંગ અને ધર્મમય વાતાવરણમાં વીર પ્રભુનો જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ-મહાપુજા દ્વારા ઉજવવામાં આવી રહેલ છે. દર વર્ષે કંઇક નવા-અનોખા આયોજન દ્વારા પ્રભુભકિત કરવામાં આવે છે.

પરમકૃપાળુ શ્રી મહાવીર સ્‍વામી ભગવાનના જયવંતા શાસનની શોભા વધારવા અને આંગીના અલૌકિક દર્શન સાંજના ૬ થી રાત્રીના ૧૨ સુધી જાગનાથ જિનાલયે થઇ શકશે.

(5:21 pm IST)