Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

રજીસ્‍ટ્રેશનના નિયમો સામે રીયલ રાજકોટ ડેવલોપર્સ એસો. દ્વારા વિરોધઃ સુધારાની માંગ

ગુજરાત કાઉન્‍સીલ ઓફ પ્રોફેશનલ સીવીલ એન્‍જીનીયર્સમાં: કાઉન્‍સીલ દ્વારા ૧પ વર્ષનો અનુભવ મંગાયોઃ લેખીત પરીક્ષા પણ આપવી ફરજીયાત

રાજકોટ તા. ૧૪ : રાજય સરકાર દ્વારા ગુજરાત પ્રોફેશનલ સીવીલ એન્‍જીનીયર્સ એકટ ગુજરાત એકટ નં. ૧૯/ર૦૦૬ અંતર્ગત કરવામાં આવ્‍યો છે. ત્‍યારે શહેરના રીયલ રાજકોટ ડેવલોપર્સ એસોસીએશન દ્વારા આ કાઉન્‍સીલમાં જોડાવા માટેની શરતોનો વિરોધ નોંધાવી તેમાં સુધારા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

આજરોજ એસોસીએશનની મળેલ બેઠકમાં આગેવાનોએ જણાવેલ કે આ કાઉન્‍સીલમાં સીવીલ એન્‍જીનીયરોના રજીસ્‍ટ્રેશનની કાર્યવાહી શરૂ થયે ૩ વર્ષ જેટલો સમય થવા આવ્‍યો છતાં આખા ગુજરાતમાંથી માત્ર પ૬ સીવીલ એન્‍જીનીયરોની જ નોંધણી છે. જેની પાછળના કાઉન્‍સીલના નિયમો કારણભૂત છે.

આગવાનોએ વધુમાં જણાવેલ કે ૧પ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા વ્‍યવસાયી ઇજનેર, પ્રોફેશનલ સીવીલ એન્‍જીનીયર્સને સીધુ જ રજીસ્‍ટ્રેશન કાર્યવાહી શરૂ થયાના બે વર્ષના સમયગાળા દરમિયાન અપાયેલ, નકકી કરવામાં આવ્‍યું છે. જો કે બે વર્ષની અવધી બાદ તમામ માટે પરીક્ષા આપવાનું ફરજીયાત કરાયું છે.

એસોસીએશનના અગ્રણીઓ દ્વારા કાઉન્‍સીલના નિયમોમાં ફેરફાર કરવાની માંગ ઉઠાવતા જણાવલ કે, હાલ જે ૧પ વર્ષનો અનુભવ માંગવામાં આવ્‍યો છે તેને ઘટાડીને ૩ વર્ષનો કરવામાં આવે તથા પરીક્ષા વિના સીધુ જ રજીસ્‍ટ્રેશન આપવામાં આવે.

ગુજરાત કાઉન્‍સીલ ઓફ પ્રોફેશનલ સીવીલ એન્‍જીનીયર્સમાં રજીસ્‍ટ્રેશનની શરતો અંગે રીયલ રાજકોટ ડેવલોપર્સ એસોસીએશનની બેઠકમાં પ્રદીપભાઇ ત્રિવેદી સહિતના આગેવાનોએ કાઉન્‍સીલની રજીસ્‍ટ્રેશન પ્રક્રિયા માટે જરૂરી ૧પ વર્ષનો અનુભવ અને લેખીત પરીક્ષા સહિતના વિવિધ મુદ્‌્‌ે ચર્ચા કરી હતી. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(4:57 pm IST)