Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ક્રિકેટ જુગાર નેટવર્કના સ્‍થાનીક પ્રણેતા મહેશ આસોદરીયાના પોલીસે રિમાન્‍ડ જ માંગ્‍યા નહિ !

ઉપલી કડી રાજુ સુરતીઃ વોટસએપના માધ્‍યમથી સંપર્ક થયાની કબુલાતઃ ગોવામાં બેસી જુગાર ધમધમાવતો હોવાની શકયતા : મહેશ આસોદરીયાને ક્રાઇમ બ્રાન્‍ચમાં જ જામીન પર છોડી દેવાતા આヘર્ય

રાજકોટ, તા., ૧૪: ઓનલાઇન આઇડી મારફતે ૪ દિવસ પહેલા તા.૧૦મીના રાજસ્‍થાન અને લખનૌ વચ્‍ચે રમાયેલા આઇપીએલ ટી-ર૦ મેચ ઉપર રન ફેરનો જુગાર રમાડતા ઝડપાયેલા બે શખ્‍સોની પુછપરછમાં સ્‍થાનીક નેટવર્કના પ્રણેતા તરીકે જીલ્લા બેંકના પ્રતિનિધિ તરીકે રા.લો.સંઘમાં ડિરેકટર  નિમાયેલા  મહેશ પ્રાગજીભાઇ આસોદરીયા (પટેલ) (રહે. સહકાર સોસાયટી, શેરી નં. ૮, કુળદેવી કૃપા)નું નામ ખુલતા ગઇકાલે ક્રાઇમ બ્રાન્‍ચે તેની ધરપકડ કરી હતી. આજે બપોરે મહેશ આસોદરીયાને પોલીસ સ્‍ટેશનમાં જ જામીન પર છોડી દેવાતા આヘર્ય સર્જાયું  છે.

પ્રતિક દિનેશભાઇ ટોપીયા (રહે. ચંપકનગર, પેડક રોડ) અને હાર્દિક જીતેન્‍દ્રભાઇ તારપરા (રહે. એલપી પાર્ક, કુવાડવા રોડ)ને એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહ ગોહીલની બાતમીના આધારે વિરાણી અઘાટ પ્‍લોટ નં. ર૩, બાલાજી એન્‍ટરપ્રાઇઝ નામના કારખાનાના ખુણા પાસે ઓનલાઇન આઇડી ઉપર ક્રિકેટનો જુગાર રમતા ઝડપી લેવાયા હતા. આ બંન્નેની પુછપરછમાં આઇડી આપનાર તરીકે મહેશ આસોદરીયાનું નામ ખુલ્‍યુ હતું. આ ઉપરાંત હિમાંશુ પટેલ (રહે.બોમ્‍બે)અને અજય નટવરલાલ મીઠીયા (રહે. રાજકોટ)ના નામો પણ આ નેટવર્કના સભ્‍ય તરીકે ખુલ્‍યા હતા. ગઇકાલે મહેશ આસોદરીયા પોલીસ સમક્ષ રજુ થતા તેની ધરપકડ કરવામાં આવી હતી. મહેશની પ્રાથમીક પુછપરછમાં દોઢેક વર્ષ પહેલા મૂળ સુરતના રાજુ સાથે વોટસએપના માધ્‍યમથી સંપર્ક થયા બાદ ક્રિકેટનો જુગાર શરૂ કર્યાનું કબુલ્‍યુ હતું. એટલે કે રાજકોટના નેટવર્કની ઉપલી કડી તરીકે રાજુ સુરતીનું નામ બહાર આવ્‍યું છે. રાજુ ગોવામાં બેસી જુગાર ધમધમાવતો હોવાની પ્રાથમીક વિગતો પોલીસને મળી છે. ટેકનીકલ સેલના સહયોગથી તેનું લોકેશન મેળવી ઝડપી લેવા પ્રયાસો હાથ ધરાયા હતા. આ મામલામાં પોલીસ રાજુ ઉપરાંત હિમાંશુ અને અજયને શોધી રહી છે. સ્‍થાનીક જુગાર નેટવર્કના પ્રણેતા મહેશ આસોદરીયાની રિમાન્‍ડ નહિ માંગી જામીન પર છોડી દેવાતા જાણકારોને આヘર્ય થયું છે.

 ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ જે.વી.ધોળા, એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, હેડ કોન્‍સ્‍ટેબલ મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહ ગોહીલ વધુ તપાસ ચલાવી રહયા છે.

(5:00 pm IST)