Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

વે.રેલ્‍વે એપ્‍લોઇઝ યુનિયન રાજકોટ ડીવીઝન દ્વારા ધરણા-દેખાવો

રાજકોટઃ વે.રે.એ. યુનિયનના પ્રતિનિધિ  આર.વી.મહેતાની યાદી જણાવે છે કે રાજકોટ ડીઆરએમ ઓફીસ ગ્રાઉન્‍ડમાં રીસેસ સમય દરમ્‍યાન વે.રે.એ. યુનિયનના ડી. સેક્રેટરી શ્રી નિખીલ જોષીના માર્ગદર્શન મુજબ તા. ૧૪-૬-રરના રોજ ધરણા-દેખાવો તથા સુત્રોચ્‍ચાર દવારા સરકાર સામે યુનિયનની જુની માંગણીઓ બાકી છે તેના વિરોધમાં દેખાવો કરવામાં આવ્‍યા હતા. એઆઇઆરએફ નવી દિલ્‍હીના જનરલ સેક્રેટરી શ્રી શિવ ગોપાલ મિશ્રા તથા વેસ્‍ટર્ન રેલ્‍વે એમ્‍પ્‍લોઇઝ યુનિયનની હેડ કવાર્ટર ઓફીસ  મુંબઇના જનરલ સેક્રેટરી જે.આર.ભોંસલેની સુચના મુજબ આ ધરણાનો કાર્યક્રમ ભારતભરમાં આયોજીત  કરવામાં આવ્‍યો હતો. આ ધરણામાં રેલ્‍વે કર્મચારીઓની જુની માંગણીઓ, નવી પેન્‍શન સ્‍કીમ તથા રેલ્‍વે કર્મચારીઓની પોસ્‍ટ સરેન્‍ડર કરવાની બંધ કરવામાં માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી અભિજીત શાહ, આર.વી.ેમહેતા, મયુર ગઢવી સહીતના રેલ્‍વે કર્મચારીઓ હાજર રહયા હતા.

(2:43 pm IST)