Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

રેલ્વેમાં નોકરી અપાવી દેવાના બહાને લાખોની ઠગાઇના કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા.૧૫: બે રોજગાર યુવાનોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને બોગસ દસ્તાવેજ બનાવી ભરતીનો ઓર્ડર બનાવી લાખો રૂપીયાની વિશ્વાસઘાત છેતરપીંડી કરવાના આરોપસર પકડાયેલ આરોપીને સેસન્સ કોર્ટે જામીન ઉપર મુકત કરતો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે આ કામના પકડાયેલ આરોપી રાકેશકુમાર ઉર્ફે અંકુશ રાહુલ નન્હક ભગતે અન્ય આરોપીઓ સાથે કાવતરૂ કરી રચી રાજકોટ ડીસ્ટ્રીકટમાં રહેતા બેરોજગાર યુવાનનોે જાહેરાત આપી રેલવેમાં કલાર્ક તરીકે નોકરી અપાવવાના બહાને ૬૮ લાખ રૂપિયા લઇ બેકાર યુવાનોને ડોકયુમેન્ટ પી.ડી.એફ મારફતે મંગાવી રેલવેમાં નોકરીના ખોટા અને બોગસ જોઇનીંગ લેટર તેમજ ટ્રેઇનીંગના લેટર આપી લખનઉ મુકામે રેલવે કોલોનીમાં બોગસ ટ્રેઇનીંગ સેન્જ્ઞર ઉભુ કરી કરાવી તેના સમગ્ર દેશમાંથી બેકાર યુવાનોને ટ્રેઇનીંગ આપવાનુ કાવતરૂ કરી બેકાર યુવાનો પાસેથી રૂપીયા મેળવી રેલવેના બોગસ જોઇનીંગ લેટર તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીના ખોટી સહી કરી બોગસ સીક્કાઓ બનાવી અને તે સીક્કાઓનો જોઇનીંગ લેટર ઉભા કરી ખોટા દસ્તાવેજ ઉભા કરી કાવતરૂ રચી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ઠગાઇ કરવાના ગુનામાં ડી.સી.બી. પોલીસ સમક્ષ થયેલ ફરીયાદ  અનુસંધાને આરોપીની ધરપકડ કરવામાં આવેલ.

હાલના આરોપીએ લખનઉ મુકામે બોગસ સીક્કાઓ બનાવી, બોગસ ઓર્ડર તૈયાર કરી કૌભાંડ આચરેલ હોય જેમાં સેસન્સ અદાલતમાં જામીન અરજીની સુનવણી દરમ્યાન બચાવ પક્ષે રોકાયેલ એડવોકેટશ્રી રોહીતભાઇ બી.ધીયા દ્વારા રજૂઆત કરેલ કે હાલના આરોપીએ કોઇ આર્થિક લાભ મેળવેલ ન હોય, કોઇ બોગસ સીક્કાઓ તૈયાર કરવામાં આવેલ ન હોય કે કોઇ પુરાવો હોય નહી અન્ય કોઇ લાભ મેળવેલ નથી કે બેકાર યુવાનો પાસેથી કોઇ રોકડ રકમ સ્વીકારેલ નથી કે કોઇ રકમ પોલીસે કબજે કરેલ નથી કે બનાવ પહેલા કે બનાવ પછી કઇ કાવતરૂ રચેલ હોય તેવો કોઇ પુરાવો છે નહી જેવી રજુઆત કરતા તેમજ ઉચ્ચ અદાલતના રજુ રાખેલ ચુકાદા ઉપર ધ્યાન દોરતા સેસન્સ કોર્ટે બચાવ પક્ષની દલીલ ગ્રાહ્ય રાખી આરોપી રાકેશકુમાર ઉર્ફે અંકુશ રાહુલ નન્હક ભગતને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓ વતી એડવોકેટશ્રી રોહીતભાઇ બી.ઘીયા તથા હર્ષ રોહીતભાઇ ઘીયા રોકાયેલ હતા.

(3:46 pm IST)