Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

વીજ તંત્રને ૦ાા થી ૩ ઇંચ વરસાદથી નુકશાની શરૂઃ ૧૪૯ થાંભલા પડી ગયાઃ ૧૦૩ ફીડર બંધ

જેજીવાય ૯ ફીડર બંધ રાજકોટ ગ્રામ્‍યમાં ખેતીવાડીના રર ફીડર બંધ

રાજકોટ તા. ૧પઃ કુદરતે ચોમાસાની શરૂથી જ ધમધોકાર વરસાદ આપતા એક તરફ જગતાત રાજીના રેડ થયા છે, ત્‍યારે બીજી તરફ પીજીવીસીએલ તંત્ર દોડતું થયું છે. વીજતંત્રને ૦ાા થી ૩ ઇંચ વરસાદ પડતા જ નુકશાનીની શરૂઆત થઇ ગઇ છે.
સૌરાષ્‍ટ્રના જીલ્લાઓમાં કુલ ૧૧ર ફિડરો બંધ છે, જયારે ૧૪૯ થાંભલા પડી ગયા છે. જેમાં રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તારના ખેતીના રર ફિડરો બંધ થતા મુશ્‍કેલી ઉભી થઇ છ.ે, જયારે બે થાંભલા પણ પડી ગયા છે. ઉપરાંત મોરબી, પોરબંદર, જામનગર, ભુજ, ભાવનગર અને અમરેલીમાં પણ જયોતિગ્રામ અને ખેતીવાડીના ફિડરો બંધ થવાની સાથે થાંભલાઓ પણ પડી ગયા છે.
પહેલા જ વરસાદથી સૌથી વધુ નુકશાન સુરેન્‍દ્રનગરમાં થયું છે. જયાં ખેતીવાડીના ૧૮ ફિડરો બંધ થતા ખેડૂતોને પારવાર સમસ્‍યા ઉભી થઇ છે. સાથે જ અધધ ૧૪૯ જેટલા વીજ થાંભલાઓ ધરાશાયી થતા વિજ તંત્રને ભારે નુકશાની વેઠવી પડે તેવી સ્‍થિતિ ઉભી થઇ છે.

 

(4:19 pm IST)