Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

મવડી રોડ પરથી પાળનો ભરત ધારીયા સાથે પકડાયો

હથીયારો સાથે નીકળનારાને પકડવાની ઝુંબેશ યથાવત

રાજકોટ તા. ૧૫: કાયદાનો ભંગ કરી છરી, ધોકા કે બીજા હથીયારો લઇને સરાજાહેર નીકળી પડતાં લોકો સામે પોલીસ આકરી ઝુંબેશ ચલાવી રહી છે. આવા શખ્‍સોને રોજબરોજ પકડી લઇ કાયદાનું ભાન કરાવવામાં આવે છે. દરમિયાન વધુ એક શખ્‍સ ધારીયા સાથે પકડાઇ ગયો હતો.

લોધીકાના પાળ ગામે ઢોલરા જવાના રસ્‍તા પર ઝૂપડામાં રહેતો અને મજૂરી કરતો ભરત રમેશભાઇ મકવાણા (ઉ.૨૬) સાંજે મવડી રોડ પર મહાકાળી માતાજીના મંદિર સામેના રોડ પરથી ધારીયા સાથે નીકળતાં વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં રહેલા પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્‍સ. મસરીભાઇ, દિગ્‍પાલસિંહ, અજયભાઇ, ભાવેશભાઇ, હરપાલસિંહ, કુલદિપસિંહ, મહેશભાઇ, હિરેનભાઇ, અંકિતભાઇ, હિતેષભાઇ સહિતે પકડી લીધો હતો. 

(5:06 pm IST)