Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ટ્રાન્‍સફોર્મર રિપેર કરતી વખતે વિજકરંટ લાગતાં કાલંભડીના ૨૧ વર્ષના સંજય ગુજરાતીનું મોત

ખીરસરા પાસે દેવગામના પાટીયા પાસે બનાવ

રાજકોટ તા. ૧૫: કોટડા સાંગાણીના કાલંભડી ગામે રહેતો સંજય સુરેશભાઇ ગુજરાતી (ઉ.૨૧) ગત સાંજે લોધીકાના ખીરસરા ગામે દેવગામના પાટીયા પાસે ઇલેક્‍ટ્રીક થાંભલે ચડી  રિપેરીંગ કામ કરતો હતો ત્‍યારે વિજકરંટ લાગતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
સંજય બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તે પીજીવીસીએલમાં કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર કામ કરતો હતો. સાંજે ટ્રાન્‍સફોર્મર રિપેર કરવા ઉપર ચડયો ત્‍યારે કરંટ લાગતાં બેભાન થઇ પટકાતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

 

(4:41 pm IST)