Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમનું આગમનઃ ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડયા

રાજકોટઃ ટીમ ઇન્‍ડિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમનું આજે સાંજે આગમન થયુ છે. વિશાખાપટનમથી સ્‍પશ્‍યલ ફલાઇટમાં બન્ને ટીમોના ખેલાડીઓ રાજકોટ આવી પહોચ્‍યા હતા. વરસાદી માહોલમાં પણ ક્રિકેટરોની એક નજર નિહાળવા ક્રિકેટ પ્રેમીઓ એરપોર્ટ ખાતે પહોંચી  ગયા હતા. હાર્દિક, પંત, શ્રેયસ સહિતના યુવા ખેલાડીઓને નિહાળવા મોટી સંખ્‍યામાં યુવતોઓ પણ એરપોર્ટ ખાતે પહોંચી ગઇ હતી. બન્ને ટીમના ખેલાડીઓ એરપોર્ટથી સિધા જ બસમાં હોટેલ જવા રવાના થઇ ગયા હતા. ભારતીય ટીમના ખેલાડીઓનું હોટેલ સયાજી ખાતે ગરબાના તાલે અને કુમકુમ તિલક કરી સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. જયારે દક્ષિણ આફ્રિકાની ટીમ હોટલ ફોરર્ચ્‍યુન ખાતે ફુલના હાર પહેરાવી સ્‍વાગત કરવામાં આવેલ. આ અગાઉ પણ આફ્રિકાની ટીમ રાજકોટમાં આવી હતી ત્‍યારે આ જ હોટલમાં રોકાણ કર્યુ હતુ.(તસ્‍વીરમાં ભારત અને આફ્રિકાની ટીમના ખેલાડીઓ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

 

(5:19 pm IST)