Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

બેરેક બદલવી હોવાથી રાજકોટ જેલમાં ભુજના કેદી ઇરફાને સેનેટાઇઝર પીધું

રાજકોટ તા. ૧૫: રાજકોટ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી ઇરફાન હનીફભાઇ આરબ (ઉ.વ.૨૧)એ સેનેટાઇઝર પી લેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી.

એએસઆઇ કનુભાઇ માલવીયા અને પરાક્રમસિંહે નિવેદન નોંધતા જાણવા મળ્યું હતું કે ઇરફાન મુળ ભુજનો રહેવાસી છે અને જુનાગઢના મર્ડરના ગુનામાં કાચા કામના કેદી તરીકે હાલ રાજકોટ જેલમાં રખાયો છે. બેરેક બદલાવવી હોવાથી તેણે આમ કર્યાનું રટણ કર્યુ હતું.

(11:15 am IST)