Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

મોરબીમાં ધ્યાન રાખી બાઇક ચલાવવાનું કહેતાં જુવાનસિંહને હસમુખે ધારીયું ઝીંકયું

રાજકોટ તા. ૧૫: મોરબી ખત્રીવાડ દરબારગઢમાં રહેતાં અને ટ્રાન્સપોર્ટ તથા ડ્રાઇવીંગનો ધંધો કરતાં જુવાનસિંહ સનતસિંહ જાડેજા (ઉ.વ.૩૦)ને દરબારગઢ ચોકમાં હસમુખ ઉર્ફ ફોૈજીએ ઝઘડો કરી માથામાં ધારીયુ ઝીંકી દેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જુવાનસિંહના મિત્રના કહેવા મુજબ હસમુખે જુવાનસિંહના પગમાં બાઇક અથડાવી દેતાં તેને ધ્યાન રાખીને વાહન ચલાવવાનું સમજાવતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કરી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી.

(12:14 pm IST)