Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

૩૮ પોલીસ કર્મચારીઓની બદલીઃ ક્રાઇમ બ્રાંચમાંથી ૬ બદલાયાઃ ૩ નવા ચહેરાને તક

રાજકોટ તા. ૧૫: શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે ૩૮ કર્મચારીઓની અરસ-પરસ બદલીનો આદેશ કર્યો છે. જેમાં એએસઆઇ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકનો સમાવેશ થાય છે. ક્રાઇમ બ્રાંચના છની બદલી થઇ છે તો ત્રણ નવા ચહેરાને તક આપવામાં આવી છે.

કુવાડવાના કમલેશભાઇને પ્ર.નગર, ભકિતનગરના કનુભાઇને હેડકવાર્ટર, તાલુકાના વિરેન્દ્રસિંહ, રવિરાજ અને જયમીનભાઇ ટ્રાફિક, બી-ડિવીઝન અને પ્ર.નગરમાં, ભકિતનગરના પુષ્પરાજસિંહને તથા બી-ડિવીઝનના મુળજીભાઇને ટ્રાફિકમાંં મુકાયા છે. આ ઉપરાંત ભકિતનગરના મહશેભાઇ, કયુઆરટીના કિશનભાઇ, પ્ર.નગરના કિશોરસિ઼હ, આજીડેમના વિપુલભાઇ, ડીસીબીના કુલદીપસિંહ દશરથસિંહ, સાયબર ક્રાઇમના કુલદીપસિંહ દિલીપસિંહ, ડીસીબીના મોહસીનખાન, એસઓજીના ભાનુભાઇ મિંયાત્રા, ડીસીબીના હિરેન્દ્રભાઇ, મિતાલીબેન હિતેન્દ્રભાઇ, તોરબલબેન જોષીની બદલી થઇ છે.

ભકિતનગરના વિક્રમભાઇ સતાભાઇ, યુનિવર્સિટીના પુષ્પરાજસિંહ હિતેન્દ્રસિંહ, તાલુકાના ભગીરથસિંહ જયવંતસિંહને ડીસીબીમાં તક આપવામાં આવી છે. ડીસીબીના અમીનભાઇ ગુલાબભાઇને તાલુકામાં બદલાવાયા છે.

આ ઉપરાંત હેડકવાર્ટરના ૭ કર્મચારીઓ મહેશભાઇ, અનોપસિંહ, વંદનાબેન મનુભાઇ, રાજેન્દ્રસિંહ લાખુભા, રાજાભાઇ જેઠાભાઇ, અરવિંદભાઇ, ગોૈતમભાઇને અલગ-અલગ ડિવીઝનમાં પોસ્ટ અપાઇ છે. એ-ડિવીઝનના રાજેન્દ્રસિંહ, ટ્રાફિકના ભાનુશંકર, બી-ડિવીઝનના સુધાબેન (એએસઆઇ) તથા ડીસીબી ટેકનીકલ સેલના અમરદિપસિંહની અને ટ્રાફિકના સંજયરાજભાઇની પણ બદલી કરવામાં આવી છે.

(2:39 pm IST)