Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

કોરોના કાળમાં મ.ન.પા.ને કરોડોનો અણધાર્યો ખર્ચ

ખાનગી કોવીડ સ્ટાફ ૭૬પની મુદત ર૦ર૧ સુધી વધીઃ ૩ કરોડ ખર્ચાશે

આયુષ ડોકટરો, લેબ ટેકનીશ્યનો, કોમ્પ્યુટર ઓપરેટર, હેલ્થ વર્કરોની સેવા જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી લેવાશેઃ કોરોના સારવાર માટે ડે. કમિશનરને આર્થિક સહાયઃ માર્ચ : ર૦ર૦માં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટનો ખર્ચ હવે મંજુર થશેઃ કાલાવડ રોડ પર ૬.૬૬ કરોડનાં ખર્ચે નવો પાણીનો ટાંકોઃ કાલે સ્ટેન્ડીંગ કમીટીમાં રપ દરખાસ્તોનો લેવાશે નિર્ણય

રાજકોટ, તા., ૧૫: કોરોના મહામારીને કારણે મ.ન.પા.નાં તંત્રને આરોગ્ય સ્ટાફ ખાનગી એજન્સી મારફત મેન પાવરકોન્ટ્રાકટરથી મેળવવાની ફરજ પડી છે. ત્યારે આ પ્રકારે હાલમાં જે ૭૬પ જેટલા ખાનગી કોવીડ ડોકટરો, હેલ્થવર્કર લેબ ટેકનીશ્યન વગેરેની ટીમો કોરોનાની કામગીરી કરી રહી છે તેની મુદત પુર્ણ કરી રહી હોય આ ખાનગી કોવીડ સ્ટાફની મુદત વિશેષ ૩ મહીના માટે વધારાની જુદી જુદી ત્રણ દરખાસ્તો મળી કુલ ૩ કરોડ જેટલો ખર્ચ મંજુર કરવા આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણય લેવાશે.

૨૭૦ હેલ્થવર્કરો

આ અંગેની પ્રથમ દરખાસ્તમાં જણાવાયું છે કે હાલમાં વિશ્વ કોરોના વાઇરસ જેવી મહામારીના સંકટમાંથી પસાર થઇ રહેલ હોઇ તથા ભારત તથા ગુજરાત રાજય પણ આ સંકટનો સામનો કરી રહયું હોઇ જાહેર આરોગ્યનાં હિતાર્થે અત્રેની મહાનગર પાલીકાના આરોગય કેન્દ્રો સુદ્રઢ કરવા અત્યંત જરૂરી હોઇ સરકારશ્રીનાં ઠરાવથી અત્રેની મહાનગર પાલીકા ખાતે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની કુલ ર૭૦ અને ફીમેલ હેલ્થ વર્કરની ર૭૦ જગ્યાઓ માન્ય આઉટ-સોર્સીગ એજન્સી મારફત લેવા ઠરાવ છે.

ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અત્રેની મહાનગર પાલીકાના આરોગ્ય કેન્દ્રો સુદ્રઢ કરવા અત્યંત જરૂરી હોઇ મંજુર થયેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની કુલ ર૭૦ અને ફીમેલ હેલ્થ વર્કરની ર૭૦ જગ્યાઓ નિયત થયેલ લાયકાત તથા વેતન મુજબ અત્રેની મહાનગર પાલીકાની મેન પાવર સપ્લાય કરવા માટેની નિયત થયેલ આઉટ સોર્સીગ એજન્સી શ્રી જી.ડી.અજમેરા મારફત વર્ક ઓડર્રની તારીખથી ત્રણ માસ એટલે કે તા.૩૦-૧૧-ર૦ર૦ સુધી  લેવાનું સ્થાયી સમીતીના ઠરાવથી મંજુર કરવામાં આવેલ જેની મુદત આગામી માસમાં પુર્ણ થનાર છે.

દરમિયાન હાલના રોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી જાહેર આરોગ્યલક્ષી અસરકારક પગલાઓ હાથ ધરવા માટે ઉકત મેન પાવરની વિશેષ આવશ્યકતા હોય .કત વિગતેના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની કુલ ર૭૦ જગ્યાઓ સરકારશ્રીના સંદર્ભે દર્શિત ઠરાવ પરત્વે નિયત થયેલ લાયકાત તથા વેતન મુજબ અત્રેની મહાનગર પાલીકાની મેન પાવર સપ્લાય કરવા માટેની સંદર્ભ-૧ના ઠરાવથી નિયત થયેલ આઉટ સોર્સીગ એજન્સી શ્રી જી.ડી.અજમેરા મારફત પુરી થતી મુદતની તારીખથી વિશેષ ૩ (ત્રણ) માસ માટે એટલે કે તા.ર૮-ર-ર૦ર૧ સુધી લેવાનું મંજુર થવા તથા આ અંગેનું અંદાજીત ખર્ચ રૂ. ૧,૯૪,૪૦,૦૦૦ (અંકે રૂપીયા એક કરોડ ચોરાણુ લાખ ચાલીસ હજાર પુરા) સરકારશ્રી દ્વારા મહાનગર પાલીકાને ફાળવાયેલ કોવીડ-૧૯ની ગ્રાન્ટમાંથી આકારવાનું મંજુર થવા અર્થેની આ દરખાસ્ત સ્થાયી સમીતી સમક્ષ રજુ કરાઇ છે.

ડોકટરો-લેબ ટેકનીશ્યનો

જયારે કોવીડ-૧૯ની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આરોગ્ય શાખા હેઠળના અત્રેની મહાનગર પાલીકાના આરોગય કેન્દ્રો સુદ્રઢ કરવા મહાનગર પાલીકા દ્વારા આરોગ્યની વિવિધ જગ્યાઓ ભરવા તા.૮-૭-ર૦ર૦ થી તા.૧૬-૭-ર૦ર૦ સુધી વોક ઇન ઇન્ટરવ્યું રાખવામાં આવેલ જેમાં યોગ્ય ઉમેદવાર મળેલ ન હોય અત્રેની મહાનગર પાલીકાની મેન પાવર સપ્લાય કરવા માટેની સંદર્ભ-૧ના ઠરાવથી નિયત થયેલ આઉટ સોર્સીગ એજન્સી શ્રી જી.ડી.અજમેરા મારફત સરકારશ્રી દ્વારા નિયત થયેલ લાયકાત તથા વેતન મુજબ આયુષ ડોકટર કુલ ૩૦ (ત્રીસ) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) કુલ ૬૦ (સાઇઠ) અને લેબોરેટરી ટેકનીશીયન કુલ ર૦ (વીસ) નિયત થયેલ લાયકાત તથા વેતન મુજબ ડેટા એન્ટ્રી ઓપરેટર કુલ ૧૦ (દસ) સ્થાયી સમીતીની મંજુરીની અપેક્ષાએ તા.ર૦-૮-ર૦ર૦ થી ૬ (છ) માસ સુધી એટલે તા.૧૯-ર-ર૦ર૧ સુધી સંદર્ભ-ર થી લેવામાં આવેલ જે બહાર રાખવામાં આવેલ. દરમિયાન હાલના વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઇ જાહેર આરોગ્યલક્ષી પગલાઓના ભાગરૂપે તા.ર૩-૯-ર૦ર૦થી વિશેષ ૩૦ (ત્રીસ) આયુષ ડોકટર્સ અત્રેની મહાનગર પાલીકાની મેન પાવર સપ્લાય કરવા માટેની સંદર્ભ-૧ના ઠરાવથી નિયત થયેલ આઉટ સોર્સીગ એજન્સી શ્રી જી.ડી.અજમેરા મારફત સરકારશ્રી દ્વારા નિયત થયેલ લાયકાત તથા વેતન મુજબ તથા તા.૧૧-૯-ર૦ર૦ થી વિશેષ ૩ (ત્રણ) ડેટા એન્ટ્રી ઓપરેટરર્સ સંદર્ભ-૧ના ઠરાવથી નિયત થયેલ લાયકાત તથા વેતન મુજબ સ્થાયી સમીતીની મંજુરીની અપેક્ષાએ લેવામાં આવેલ. જે બહાલ રાખવા ઉકત વિગતેનો મેન પાવર વિશેષ તા.૧૯-ર-ર૦ર૧ સુધી લેવા  અને આ અંગેનું અંદાજીત ખર્ચ રૂ. ૪૬,૮૦,૦૦૦ (અંકે રૂપીયા છેતાલીસ લાખ એંસી હજાર પુરા) સરકારી ગ્રાન્ટમાંથી મંજુર કરવા દરખાસ્ત છે.

હેલ્થ વર્કરો

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ હેઠળ મહાનગરપાલિકાની મેન પાવર સપ્લાય કરવા માટેની નિયત થયેલ આઉટ સોર્સિંગ એજન્સી શ્રી જી.ડી.અજમેરા મારફત મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કુલ ૧૧૭ અને ફીમેલ હેલ્થ વર્કર કુલ ૪૮ લેવામાં આવેલ, જેની મુદત પુર્ણ થતા સંદર્ભ-પ નાં ઠરાવ મુજબ વિશેષ  તા. ર૧-૧૦-ર૦ર૦ સુધી વધારવા તથા વિશેષ મુદતનો અંદાજીત ખર્ચ રૂ. ૩૯,૬૦,૦૦૦ (અંકે રૂપિયા ઓગણચાલીસ લાખ સાંઇઠ હજાર પુરા) આરોગ્ય શાખાનાં બજેટમાંથી પગાર ખર્ચ (ગ્રાન્ટ સામે) થી આકારવાનું મંજૂર થવા અને મુદત ટૂંક સમયમાં પુર્ણ થનાર હોય હાલનાં કોરોના વાયરસનાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી જાહેર આરોગ્યલક્ષી અસરકારક પગલાઓ હાથ ધરવા માટે ઉકત મેનપાવરની વિશેષ આવશ્યકતા હોય ઉકત વિગતેના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની કુલ ૧૧૭ અને ફીમેલ હેલ્થ વર્કરની ૪૮ જગ્યાઓ મહાનગરપાલિકાની મેન પાવર સપ્લાય કરવા માટેની નિયત થયેલ આઉટ સોર્સિંગ એજન્સી શ્રી જી. ડી. અજમેરા મારફત પુરી થતી મુદતની તારીખથી વિશેષ ૩ (ત્રણ) માસ માટે એટલે કે તા. ર૧-૧-ર૦ર૧ સુધી લેવાનું મંજૂર થવા તથા આ અંગેનું અંદાજીત ખર્ચ રૂ. પ૯,૪૦,૦૦૦ સરકારશ્રી દ્વારા મહાનગરપાલિકાને ફાળવાયેલ કોવિડ-૧૯ ની ગ્રાન્ટમાંથી આકારવાનું મંજૂર કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઇ છે.

પાણીનો ટાંકો

આ ઉપરાંત કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસે રૂ. ૬.૬૬ કરોડનાં ખર્ચે પાણીનો નવો ટાંકો બનાવવાનો કોન્ટ્રાકટ રણજીત બિલ્ડકોનને આપવાની દરખાસ્ત છે.

તેવી જ રીતે માધવરાવ  ક્રિકેટ ગ્રાઉન્ડમાં માર્ચ ર૦ર૦ રાત્રી ભોજનનો ખર્ચ મંજૂર કરવા, નાકરાવાડી લેન્ડ ફીલ્ડ સાઇટમાં કચરાની હેરફેર માટે બે વર્ષ માટે બે મશીન ભાડેથી રાખવા મ.ન.પા.નાં ડે. કમીશનર શ્રી પ્રજાપતીને કોરોનાની સારવાર માટેનો ખર્ચ ખાસ કિસ્સામાં આપવા, દશનામ ગૌસ્વામી અખિલ સાધુ સમાજ સમાધિ સ્થાન (સ્મશાન) માટે રૈયામાં જગ્યા આપવા, તેમજ વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોગ, મેટલીંગ રોડ, સાધુ વાસવાણી રોડ પર સ્ટોર્મ વોટર ડ્રેનેજ વગેરે સહિતની કુલ રપ જેટલી દરખાસ્તોનો ચેરમેન ઉદય કાનગડનાં અધ્યક્ષ સ્થાને મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણય લેવાશે.

(3:13 pm IST)