Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ગંજીવાડામાં યુવતીની છેડતી કરી જુનેદે મારમાર્યો

યુવતીને વાળ પકડી ઢસડી : યુવતી સારવારમાં

રાજકોટ,તા. ૧૫: શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતી યુવતીની છેડતી કરી એક શખ્સે ઢીકાપાટુનો માર મારતા યુવતીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.મળતી વિગત મુજબ ગંજીવાડા વિસ્તારમાં રહેતી યુવતી બપોરે એકટીવા લઇને તેની માતાને કારખાને ટીફીન દેવા માટે ગઇ હતી. ટીફીન આપીને પર આવતી હતી ત્યારે ગંજીવાડામાં ઘર પાસે પહોંચતા ચોકમાં બેઠેલા જુનેદ નામના શખ્સે તેને આંખના ઇશારા કરતા યુવતી તેને ઠપકો આપવા જતા જુનેદે ઇશ્કેરાઇને યુવતીને ઢીકાપાટુનો મારમારી વાળ પકડી ઢસડી હતી. દેકારો બાલતા આસપાસના લોકો એકઠા થતા જુનેદ ભાગી ગયો હતો. બાદ યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવ અંગે થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ. જેન્તીભાઇ ગોવાણી અને રાઇટર ધર્મેશભાઇએ તપાસ હાથ ધરી હતી.

(3:49 pm IST)