Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

૮ર વર્ષીય શિક્ષણ શ્રેષ્ઠી પ્રો.ડી.પી.પટેલ ચંદ્રીકાબેન અને પુત્ર અજયભાઇ પટેલે કોરોનાને પણ પાઠ ભણાવ્યો

નિયમીતતા કસરત પ્રણાયામ સાદગી સભર જીવન બન્યુ જડીબુટી સમાન : માત્ર ૧ર દિવસની પરમ હોસ્પીટલમાં સારવાર બાદ ફરી તંદુરસ્તી જીવન શૈલીમાં

રાજકોટ તા. ૧પ : હજારો વિદ્યાર્થીઓની ઉચ્ચ કારર્કિદીનું ઘડતર કરનાર જાણીતા શિક્ષણ શ્રેષ્ઠી પ્રો.ડી.પી.પટેલ તેમના પત્ની ચંદ્રીકાબેન પટેલ અને સુપુત્ર અજયભાઇ પટેલે ટુંકાગાળામાં કોરોનાના પાઠ ભણાવીને ફરી તંદુરસ્તીજીવન શ્રેણીમાં આવી ગયા છે જે એકપ્રેસ છે.

કોવીડ-૧૯નો રીપોર્ટ પોઝીટીવ આવે અને સાથે ડાયાબીટીસ, પક્ષઘાતનો હુમલો અને ૮૬ વર્ષની ઉમર હોય ત્યારે તબીબોના મતાનુસાર કેસ અઘરો બની જાય છે. કોરોનામાં ઓકસીજન લેવલ પણ ઘટી જાય છે. જીવનમાં નિયમીતતા હોય ખોરાકને વિવેકબુદ્ધિથી લેવાતો હોય અને દરરોજ કસરત પ્રાણાયમ કરવાની સુટેવજીવનભર અભિન્ન અંગની  જેમ વણાઇ ગયો હોય ત્યારે શુ વિવિધ શારીરીક વ્યાધી અને કોરોના સામે જંગ સહેલાથી જીતી શકાય તે પ્રો.ડી.પી.પટેલે સિદ્ધ કર્યું  છે. પ્રો.ડી.પી.પટેલ ચંદ્રીકાબેન પટેલ, અને તેમના  પુત્ર અજયભાઇ પટેલે ૧ર દિવસમાંજ કોરોનાને માત આપી સપુર્ણ સાજા થઇ જતા માતુશ્રી અમથીબા ટ્રસ્ટ સંચાલીત શાળા શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીગણ આનંદની લાગણી છવાય  છે.

રાજકોટ શાળા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અને ફી નિર્ધારણ સમિતિના સભ્ય અજયભાઇ પટેલે હોમ આઇસોલેશનમાં સારવાર કરાવી તેઓ ૧ર દિવસના ટૂંકાગાળામાં સ્વસ્થ થયા... જયારે તેમના પિતા પ્રો. ડી. પી. પટેલ, તેમના પત્ની શ્રીમતી ચંદ્રીકાબેન પટેલને ઓકસીઝન લેવલ ઘટતા ડો. મયંક ઠકકરની પરમ હોસ્પીટલમાં સારવાર અર્થ દાખલ કરેલ.

પ્રો. ડી. પી. પટેલ અને અજય પટેલે જણાવ્યું છે કે પરમ હોસ્પીટલ એટલે અત્યાધુનિક અને ઉમદા સારવાર વિશેષ દર્દીઓ સાથે આત્મીય વ્યવહારના કારણે દર્દીને પ૦ ટકા દર્દનો પરમ હોસ્પીટલના માહોલમાં આવે ત્યાં જ ભૂલી જાય તેવી સુવિધા છે. વિશેષમાં ડો. મયંક ઠકકર, ડો. રાજેશ મોરી, ડો. અતુલ રાયચુરા, ડો. એન. વી. શાહ, ડો. પૂર્વેશ શાહ અને સમગ્ર મેડીકલ સ્ટાફનો પટેલ પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે.

૮ર વર્ષીય પ્રો. ડી. પી. પટેલ અને તેમના પત્ની શ્રીમતી ચંદ્રીકાબેન પટેલે કોરોના સામેની જીત માટે તેમની નિયમિત અને અતિ સાદગી જીવનશૈલી મુખ્ય છે. ઘડીયાળના કાંટે ચાલતી તેમની દિનચર્યા અને સ્વસ્થ જીવન મંત્ર પહેલી આવી છે. સમાજને સ્વસ્થ રાખવા તેમની ન્યુ એરા સ્કુલમાં પ્રો. ડી. પી. પટેલે હીલીંગ સેન્ટર આ નિઃશુલ્ક ચલાવી રહ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, માત્ર સ્વકેન્દ્રીત જીવન નહી પરંતુ સમાજને અનેક રીતે મદદરૂપ થવા દાયકાઓની માતુશ્રી અમથીબા વિદ્યાલય, કલ્યાણ હાઇસ્કુલ, ન્યુ એરા સ્કુલ ચલાવી સમાજના મધ્યમ વર્ગના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી રહ્યા છે. લોકડાઉનના સમયે તેઓ ગરીબો અને શ્રમીકો માટે ભોજન અને અન્ય વ્યવસ્થાઓ કરી હતી.

(3:50 pm IST)