Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

વિજયભાઇની શુભેચ્છા મુલાકાતે સમસ્ત મહાજન

 વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યકર સમસ્ત મહાજનનાં પ્રતિનિધિ મંડળ દ્વારા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સભ્ય ગીરીશભાઇ શાહનાં નેતૃત્વમાં ગાંધીનગર ખાતે ગુજરાત રાજયના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથેશુભેચ્છા કરી હતી. આ તકે જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું ગોમય ગણેશની મૂર્તિ અને પંચગવ્ય પ્રોડકટસ અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. જીવદયા, ગૌસેવાનાં વિવિધ વિષયો પર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે વાર્તાલાપ કર્યો હતો. આ મુલાકાત દરમ્યાન ગીરીશભાઇ શાહની સાથે એનીમલ વેલફેર બોર્ડનાં મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઇન-કરૂણા ફાઉન્ડેશનના ધીરૂભાઇ કાનાબાર સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

(4:10 pm IST)