Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

હેલ્થ એન્ડ હોસ્પિટલ કોંગ્રેસ કમીટીની મીટીંગ

 કોરોનાના કાળમાં શું શું કાળજી રાખવી તે અંગે માહીતગાર કરવા હેલ્થ એન્ડ હોસ્પિટલ સમિતિ કોંગ્રેસની એક મીટીંગ નાગર બોર્ડીંગ ખાતે મળી હતી. જેમાં પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા, શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગરે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. આ મીટીંગમાં હેલ્થ એન્ડ હોસ્પિટલ સમિતિ કોંગ્રેસના પ્રમુખ કાળુભાઇ ચુડાસમા, મહિલા પ્રમુખ રાણીબેન મેર, શહેર મંત્રી ઘનશ્યામ મકવાણા, મેડીકલ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા, પ્રદેશ એનએસયુઆઇ પ્રમુખ આદીત્યસિંહ ગોહીલ, ઓબીસી મહામંત્રી પ્રવિણભાઇ મૈયડ, પ્રતિમાબેન વ્યાસ, લતાબેન ચીખલીયા, ફરીયાદ સેલ ચેરમેન આશિષસિંહ વાઢેર, જીજ્ઞેશભાઇ વાગડીયા, નીશીતા મકવાણા, કાનાભાઇ અલગોતર, મનોજ મકવાણા, અમૃતભાઇ રાઠોડ, ગીતાબેન ચાવડા, શાન્તાબેન મકવાણા, સરોજબેન મુછડીયા, રસીકભાઇ રસુલભાઇ તથા અબ્દુલભાઇ, રંજનબેન, નીતાબેન, જયશ્રીબેન, રેખાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:10 pm IST)