Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

કોરોના મહામારી અટકાવવા માટે પોલીસ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવાઇ

 રાજકોટ : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ હોય જે અંગે લોકોમાં કોરોના વાયરસ અંગે જાગૃત કરવા તથા કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ ડીપાર્ટમેન્ટની મહત્વની ફરજ રહેલ છે જેમાં પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા પોતાની પરિવારજનો પહેલા જાહેર જનતાની સુરક્ષા માટે પોતાની ફરજ નિષ્ઠાથી બજાવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ જન આંદોલન અભિયાન દેશમાં શરૂ કરવામાં આવેલ છે. જેમાં કોરોનો મહામારી અટકાવવા અંગે લોકોમાં જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરે. વારંવાર સાબુથી હાથ ધોવે, સેનેટાઇઝરનો ઉપયોગ કરે અને એકબીજાથી સોશ્યલ ડીસ્ટન્સ જાળવી ૬ ફુટનું અંતર રાખે તે બહુ જરૂરી હોય જેથી શહેર પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રાવલ, સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા તથા અન્ય અધિકારીઓએ  કર્મચારીઓ પાસે લેવડાવેઇ પ્રતિજ્ઞામાં 'હંુ માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું ૬ ફુટનું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઇશ કે સેનેટરાઇઝ કરતો રહીશ, મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શકિત વધારવા આયુષયની ઉપચાર પદ્ધતિઓ અપનાવીશ અને યોગ-વ્યાયાયમાં ઇત્યાદિથી જીવનશૈલી સુધારીશ, મારા પરિવાર અને સમાજના વડીલો બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ તેમ પ્રતિજ્ઞા લેવડાવી હતી.

(4:11 pm IST)