Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ગેરકાયદે ઓરડી-ગેરેજ-ઔદ્યોગિક બાંધકામોનું ડિમોલીશનઃ અધધ... ૮૭.પ૧ કરોડની જમીન ખુલ્લી

ટી. પી. રોડ, વાણીઝય વેંચાણ હેતુ તથા માર્જિનમાં ખડકાયેલ દબાણો ૧ર,૬૮૯ ચો. મી. જમીનમાંથી દુર કરાયુઃ વેસ્‍ટ ઝોનની ટી. પી. શાખાની કાર્યવાહી : વાવડીમાં મનપાનું બુલડોઝર ધણધણ્‍યુ

મ્‍યુનિ. કોર્પોરેશનની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં. ૧ર ના વાવડી વિસ્‍તારમાં ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન કરવામાં આવ્‍યુ હતું તે વખતની તસ્‍વીર. (તસ્‍વીર : અશોક બગથરીયા)

 રાજકોટ તા. ૧પ :.. મ્‍યુનિ. કોર્પોરેશનની વેસ્‍ટ ઝોનની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં. ૧ર ના વાવડી વિસ્‍તારમાં ૧ર મી ટી. પી. રોડ, વાણીજય વેંચાણ હેતુના પ્‍લોટમાં તથા માર્ઝિનમાં ખડકાયેલ ગેરકાયદે ઓરડી, ગેરેજ, ઔદ્યોગિક બાંધકામો તોડી પાડી રૂા. ૮૭.પ૧ કરોડની ૧ર,૬૮૯ ચો. મી. જમીન ખુલ્લી કરવામાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્‍યુ હતું. આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મ્‍યુનિ. કમિશનર અમીત અરોરાના આદેશાનુસાર ટાઉન પ્‍લાનીંગ ઓફીસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ  મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજ તા. ૧પ ના રોજ ટાઉન પ્‍લાનીંગ સ્‍કીમ નં. ૧પ વાવડીના અનામત પ્‍લોટ તથા રપ (વાવડી) ના ૧ર.૦૦ મી. રોડ પરના ઓરડી, ગેરેજના  શિલ્‍પ હિસ્‍ટોરીયા કોમ્‍પલેક્ષમાં માર્જીનમાંથી ગેરેજનું બાંધકામ તથા દિનેશ ગાજીપરાનું ઔદ્યોગિક દબાણ - બાંધકામ દુર કરી ૧ર૬૮૯.૦૦ ચો. મી. ની અંદાજીત ૮૭.પ૧ કરોડની જમીન ખુલ્લી કરાવેલ છે. 

આ ડીમોલીશનમાં ટાઉન પ્‍લાનીંગ શાખા વેસ્‍ટ ઝોનના આસી. ટાઉન પ્‍લાનર એમ. આર. મકવાણા, આર. એમ. વાછાણી તથા વેસ્‍ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્‍ટાફ, જગ્‍યા  રોકાણ શાખાનો સ્‍ટાફ, રોશની શાખાનો સ્‍ટાફ તેમજ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે વિજિલન્‍સનો પોલીસ સ્‍ટાફ સ્‍થળ પર ઉપસ્‍થિત રહ્યા હતાં

(3:19 pm IST)