Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

રાજકોટના નિર્મલા રોડ પર કાર સળગી: ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી

અચાનક કારમાં આગ ભભુકતા ફાયર બ્રિગેડ પહોંચ્યું :પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી

રાજકોટ : શહેરના નિર્મલા સ્કૂલ રોડ પર આજે બપોરના સમયે પાર્ક કરાયેલી કાર અચાનક સળગી ઉઠી હતી. ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટર સાથે દોડી ગઇ હતી અને આગ બુઝાવી હતી. આગ કયા કારણોસર લાગી તે ફાયર બ્રિગેડને જાણવા મળ્યું ન હતું. સળગતી કારને લઇ આસપાસમાં પડેલી કાર પણ લપેટમાં આવતા સ્હેજમાં બચી ગઇ હતી.

(8:04 pm IST)