Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

પાણી પ્રશ્ને મહિલાઓ બની રણચંડી : વોર્ડનં.૧૧ના એન્‍જીનીયરને બાનમાં લીધા

શહેરના મવડી વિસ્‍તારમાં પાણીના ધાંધીયા શરૂ

રાજકોટ, તા., ૧૫: હજુ તો ઉનાળાની શરૂઆત પણ સરખી નથી થઇ ત્‍યાં શહેરમાં પાણીના ધાંધીયાની ફરીયાદોનો નળ ખુલવા લાગ્‍યો છે.

શહેરના વોર્ડ નં. ૧૧ સ્‍થિત મવડીના સોરઠીયા પાર્કમાં પાણીના ધાંધીયા થતા મહિલાઓ રણચંડી બની હતી. મહિલાઓએ ૧૦  મીનીટ પાણી માંડ આવતુ હોવાનું પણ જણાવ્‍યું હતું. મનપા તંત્રને આ સમસ્‍યાની સ્‍થાનીકો દ્વારા ફરીયાદ પણ કરવામાં આવી છે. સમસ્‍યાના નિરાકરણ માટે આવેલ વોર્ડ નં. ૧૧ના એન્‍જીનીયરને બાનમાં લઇ ઉગ્ર રજુઆત કરતા થોડા સમય માટે વાતાવરણ તંગ બની ગયું હતું.

મહિલાઓ દ્વારા ભારે આક્રોશ પ્રગટ કરવામાં આવ્‍યો હતો. જો આ સમસ્‍યાનું તુરંત નિરાકરણ નહી કરવામાં આવે તો કોંગ્રેસ સ્‍થાનીકોને સાથે રાખી જન આંદોલનની ચિમકી પણ ઉચ્‍ચારી છે.

(3:20 pm IST)