Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ખંઢેરીમાં રહેતા વૃધ્‍ધાને પૂત્રે તરછોડી દિધાઃ પરંતુ પ્રાંત અધિકારી વિવેક ટાંકે જમીન-મકાન-ભરણ પોષણ અપાવ્‍યા

પુત્રે ૧ વર્ષથી તરછોડી દિધેલ જમીન પણ પચાવી પાડેલઃ દર મહિને ૮ હજાર આપવા પડશે : વરિષ્‍ઠ નાગરીકને ભરણ પોષણ અને કલ્‍યાણ-ર૦૦૭ ના કાયદા હેઠળ મહત્‍વનો ચૂકાદો

રાજકોટ તા. ૧૬ : માતા-પિતા અને વરિષ્‍ઠ નાગરિકોનું ભરણ-પોષણ અને કલ્‍યાણ અધિનિયમ-ર૦૦૭ તથા ગુજરાત માતા-પિતા અને વરિષ્‍ઠ નાઅગ્રિકોના નિભાવ અને કલ્‍યાણ માટેના નિયમો-ર૦૧૧ મુજબ આ કાયદાની કલમ ૪ (૧) મુજબ વરિષ્‍ઠ નાગરીક જેમાં મા-બાપનો પણ સમાવેશ થાય છે. તેઓ જો પોતે પોતાની આવકમાંથી અથવા પોતાની મિલ્‍કતમાંથી પોતાનું ભરણ - પોષણ કરવા સક્ષમ ન હોય તો આ અધિનિયમની કલમ પ હેઠળ ભરણ-પોષણ માંગી શકે છે.

અરજદારશ્રી રાઇબેન કાનાભાઇ સોનારાએ તેમના પુત્ર વિક્રમભાઇ કાનાભાઇ સોનરા વિરૂધ્‍ધ અરજી કરેલ અરજીમાં જણાવ્‍યા મુજબ તેમના પુત્રએ તેઓ ખંઢેરી મુકામે રહેતાં પરંતુ છેલ્લા ૧ વર્ષથી તેમના પુત્રએ તરછોડી દીધેલ અને અમો રખડતુ - ભટકતુ અને ઓશીયાળુ જીવન પસાર કરીએ છીએ. અમારી વારસાઇ જમીન જે ખંઢેર ગામે આવેલ તે જમીન પણ અમારી પાસેથી છેતરપીંડી કરીને પચાવી પાડેલ. આમ અરજદારે ભરણ-પોષણ, મકાન તથા વારસાઇ મિલ્‍કત પરત મેળવવા ધી મેઇન્‍ટેનન્‍સ વેલફેર ઓફ પેરેન્‍ટસ એન્‍ડ સીનીયર સીટીઝન એકટ-ર૦૦૭ ની કલમ ૪ (૧) મુજબ અત્રે અરજી કરેલ. જે અરજી પરત્‍વે પ્રાંત અધિકારીશ્રી વિવેક ટાંક, રાજકોટ ગ્રામ્‍યે, આ કેસની સુનાવણી કરીને આ કાયદાની કલમ ૪ (૧) મુજબ વરિષ્‍ઠ નાગરીક જેમાં મા-બાપનો પણ સમાવેશ થાય છે. તેઓ જો પોતે પોતાની આવકમાંથી અથવા પોતાની મિલ્‍કતમાંથી પોતાનું ભરણ-પોષણ કરવા સક્ષમ ન હોય તો આ અધિનિયમની કલમ પ હેઠળ ભરણ-પોષણ માંગી શકે છે. ધી મેઇન્‍ટેનન્‍સ વેલફેર ઓફ પેરેન્‍ટસ એન્‍ડ સીનીયર સીટીઝન એકટ-ર૦૦૭ ની કલમ-ર૩ ની જોગવાઇ ધ્‍યાને લેતાં આ અધિનીયમ અમલમાં આવ્‍યા બાદ લાગણી અને પ્રેમના કારણે કોઇ મિલ્‍કત તબદીલ કરેલ હોય, અને તે મિલ્‍કત લેનાર મા-બાપ કે સીનીયર સીટીઝનની પ્રાથમિક જરૂરીયાતો, પ્રાથમિક કાળજી કે દેખરેખ રાખવામાં નિષ્‍ફળ જાય તો આવી તબદીલી રદબાતલ ઠેરવવાનો તબદીલ કરનાર પાસે વિકલ્‍પ રહે છે.

 આમ, અરજદાર રાઇબેન કાનાભાઇ સોનારાની આ કાયદા હેઠળની અરજી ગ્રાહ્ય રાખી ખંઢેરી ગામે આવેલ પોતાની માલીકીનું મકાન આપવાનું ઠરાવેલ છે. પ્રતિ માસ રૂા. ૮૦૦૦ અંકે રૂા. આઠ હજાર પુરા ભરણ-પોષણ તરીકે તેમના પુત્રએ ચૂકવવા હુકમ કરેલ છે. તેમજ પડધરી તાલુકાની ખંઢેરી ગામની રે. સં. નં. ૧૧૦ ની વારસાઇ જમીન હે. ર-૩૦-૭૭ ની હકક પત્ર નોંધ નં. ૧૪૯૪ તથા ૧૬૦૮ રદ કરી આ જમીન અરજદારના નામે કરવા હુકમ કરેલ છે. આમ, આ કાયદા હેઠળ અરજદાર વિધવા, વયોવૃધ્‍ધ અને અશકત મહિલાને પ્રાંત અધિકારીશ્રી દ્વારા ભરણ-પોષણની રકમ ચૂકવવાનું રહેવાનું મકાન પરત આપવા તેમજ ખેતીની જમીનનો માલીકી હકક પરત આપવા માટેનો સીનીયર સીટીઝનો માટે એક દષ્‍ટાંત રૂપ ચુકાદો આપ્‍યો હતો.

(11:53 am IST)