Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

નૂતન મંદિર અભિષેક મહોત્‍સવ ઉપક્રમે દિવ્‍યધામ વલારડીમાં ભવ્‍ય ત્રિ-દિવસીય દેવી કથામૃત અને વિષ્‍ણુયાગ યજ્ઞ

શાસ્ત્રી કૌશિકદાદા જોષીના વ્‍યાસાસને ત્રિદિવસીય દેવી કથા : ગીતા રબારી વિવેક સાંચલા, દેવલ મહેતા, હિતેષ અંટાળાનો લોકડાયરો

રાજકોટ તા.૧૬ :ᅠજગતજનની માં ભગવતી વેરાઇ માતાજીની પ્રેરણાથી સમસ્‍ત વઘાસિયા પરીવારના રણખાંભીના સુરાપુરા પાતાદાદાનાં નુતનમંદિરનો અભિષેક મહોત્‍સવ, ત્રિ-દિવસીય દેવી કથામૃતમ, વિષ્‍ણુયાગ યજ્ઞ, અન્નકૂટ મહોત્‍સવ તા. ૧૯ શનિવારથી તા.૨૧ મંગળવાર સુધી રોજ દિવ્‍યધામ વલારડી, તા. બાબરા, જી. અમરેલી ખાતે યોજાશે.ᅠᅠ

તા. ૧૯ને સવારે ૮.૩૦ કલાકે નૂતન મંદિર જલયાત્રા,ᅠ તા. ૧૯ᅠ મહા વદ ૧૪ને શનિવાર થી તા. ૨૧ ફાગણ સુદ ૧/૨ને મંગળવારના રોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કલાકેᅠ કોલડા નિવાસી યુવા કથાકાર શાષાી કૌશિકદાદા જોષીના વ્‍યાસાસને ત્રિ-દિવસીય દેવી કથામૃતમ, ત્રિ-દિવસીય વિષ્‍ણુયાગ યજ્ઞ તેમજ તા. ૨૦ ને સોમવારે ભવ્‍ય અન્નકૂટ મહોત્‍સવᅠ યોજાશે.

આ મહોત્‍સવ ઉપક્રમે તા. ૧૯, શનિવારના રાત્રે ૯ કલાકે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. આ લોકડાયરામાં ગીતા રબારી (લોક ગાયક), વિવેક સાંચલા (લોક ગાયક), દેવલ મહેતા (સાહિત્‍યકાર) અને હિતેષ અંટાળા (હાસ્‍ય કલાકાર) પોતાની કલા પિરસશે.ᅠ તા. ૨૦, રવિવારના રાત્રે ૯ કલાકે પટેલ મ્‍યુઝીકલ ગ્રુપ-રાજકોટ, રાજુ હાપલિયા પ્રસ્‍તુત રઢિયાળી રાત દાંડિયા રાસ યોજાશે. દરરોજ મહાપ્રસાદ બપોરે ૧૨ કલાકે તેમજ સાંજે ૭ કલાકે યોજાશે.ᅠ

ᅠઆ ધર્મોત્‍સવની સાથે સાથે સામાજીક પ્રવૃતિના ભાગ સ્‍વરૂપે રકતદાન કેમ્‍પ, પાણી બચાવો અભિયાન, બેટી બચાવો, ચકલી તેમજ ગાય બચાવો જેવા અભિયાન કરાશે.ᅠ આ મહોત્‍સવમાં સંતો-મહંતો, મહાનુભાવો, રાજકીય આગેવાનો વગેરે ઉપસ્‍થિત રહેશે. આ મહોત્‍સવનો લાભ લેવા દરેક ભકતજનોને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. આગામી સમયમાં ભવ્‍ય દિવ્‍યધામ મંદિર નિર્માણ પામશે.ᅠ

આ સમગ્ર મહોત્‍સવનું લાઇવ પ્રસારણ દિવ્‍યધામ ઓફિશયલ યુટયુબ અને ફેસબુક ચેનલᅠ તેમજ સદવિધા ચેનલ પરથી કરવામાં આવશે

(4:51 pm IST)