Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સુખાકારીવાળુ બજેટ બનાવવા કિંમતી જમીનમાંથી આવક મેળવવી જોઇએ

ગ્રામ સ્‍વરાજ મંડળના ધીરૂભાઇ ધાબલિયાના મુખ્‍યમંત્રીને સૂચનો

રાજકોટ તા. ૧૬ : ગ્રામ સ્‍વરાજ મંડળના પ્રમુખ ધીરૂભાઇ ધાબલિયાએ રાજ્‍યના બજેટ અંગે મુખ્‍યમંત્રીને સૂચનો કરતો પત્ર લખ્‍યાનું જણાવ્‍યું છે. જેમાં તેમણે શાપર-વેરાવળમાં સરકારી જમીનમાં પેશકદમી થયાનો ઉલ્લેખ કરી જણાવ્‍યું છે કે, ઘર આંગણાની લોકશાહી સચિવાલયમાં ચાલી ગઇ છે.

ગુજરાતના બજેટમાં સુખાકારી માટે ભંડોળ મેળવવા જે કરોડોની મિલ્‍કત જમીનના રૂપમાં છે તેમાંથી આવક મેળવવી જોઇએ. તેમ જણાવી ધીરૂભાઇ ધાબલિયાએ ઉમેર્યું છે કે, સરકારી ખરાબાની જમીન પ્‍લોટીંગ કરીને વેચાણ કરવા સરકારી જમીન ઉપર જે કિંમતી જમીન ઉપર ઝુંપડપટ્ટી તથા ભેંસના તબેલાઓ છે દૂર કરવા આમ તે દૂર કરી તે લોકોને વડાપ્રધાન આવાસ યોજનાનો લાભ આપીને કિંમતી જમીન છૂટી કરાવવી. હાલ સરકારી ઓફિસના જૂના સ્‍ટેટ વખતના મકાનો તથા કવાર્ટસ રીપેર નહિ કરતા તે ઇમલા સહિત વેચાણ કરવા અને આવી આવકમાંથી નવા મકાન બનાવવા. નડતરકર્તા ન હોય તેવા ગરીબોએ પાકા મકાન સરકારી જમીનમાં બનાવ્‍યા હોય તે વેચાણ કિંમત નક્કી કરી રેગ્‍યુલાઇઝ કરી આપવા આ માટે બેંક લોન લઇ શકે તેવી મંજુરી આપવી અને તે રકમ જમા કરાવે. બીનજરૂરી વાહનોનું વેચાણ કરવું. વીડીની જમીન જે સરકાર પાસે હોય તે પ્‍લોટીંગ કરી ઉદ્યોગોને આપવી નાના ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવું વગેરે સૂચનો કરેલ છે.

(1:57 pm IST)