Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

રાજકોટમાં આકરો તાપ : ૩૮ ડિગ્રી

તાપમાનનો પારો વધ્‍યો : સાંજ સુધીમાં હજુ એકાદ ડિગ્રી વધવાની સંભાવના

રાજકોટ : ઠંડી ગાયબ થઈ ગઈ છે. દિવસના તાપમાનમાં વધારો થવા લાગ્‍યો છે. આ લખાય છે ત્‍યારે રાજકોટમાં બપોરે ૨:૩૦ વાગ્‍યે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીએ પહોંચી ગયુ છે. સાંજ સુધીમાં તાપમાન ૩૯ ડિગ્રીએ પહોંચી જાય તો પણ નવાઈ નહિં. છેલ્લા કેટલાક દિવસોથી સવારે અને મોડી રાત્રીના સામાન્‍ય ઠંડીની અસર જોવા મળે છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે. સામાન્‍ય રીતે માર્ચ મહિનાથી ગરમી તેનો અસલ મિજાજ બતાવતો હોય છે. પરંતુ આ વર્ષે તો ફેબ્રુઆરીના મધ્‍યમાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્‍યો છે.

હવામાન શાષાીઓએ તો બે થી ત્રણ દિવસ અગાઉ જ જણાવેલ કે આ સપ્‍તાહના અંત સુધીમાં ગરમીનો જોરદાર રાઉન્‍ડ રહેશે.

(3:35 pm IST)