Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

જૂની કલેકટર કચેરી પાસેથી રૂા. ર૯ હજારના વિદેશી દારૂ ભરેલી રીક્ષા સાથે ઇમરાન પકડાયો

ડીસીપી ઝોન-ર ની એલસીબીનો દરોડોઃ રામનગરના અબ્‍દુલ દલની શોધખોળ

રાજકોટ તા. ૧૬: સિવિલ હોસ્‍પિટલ ચોક નજીક જૂની કલેકટર કચેરી પાસેથી ડીસીપી ઝોન-ર ની એલસીબીની ટીમે રીક્ષામાંથી દારૂની ૬ર બોટલ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ જૂની કલેકટર કચેરી પાસેથી એક રીક્ષામાં દારૂનો જથ્‍થો હોવાની બાતમી મળતા ડીસીપી ઝોન-ર ની એલ.સી.બી.ના પી.એસ.આઇ. આર. એચ. ઝાલા તથા કોન્‍સ. ધર્મરાજસિંહ ઝાલા સહિતે જૂની કલેકટર કચેરી-મામા સાહેબના મંદિર પાસે દરોડો પાડી જીજે-૩એએકસ-૩૮૧૮ નંબરની રીક્ષાને રોકી તલાશી લેતા તેમાંથી રૂા. ર૯૦૦ની કિંમતની વિદેશી દારૂની ૬ર બોટલ સાથે ચાલક ઇમરાન અલ્‍તાફભાઇ પરમાર (ઉ.વ. ર૩) (રહે. હુડકો પાસે વિનોદનગર આવાસ યોજના કવાર્ટર બ્‍લોક નં. ૩ કવાર્ટર નં. ર૦૦૬)ને પકડી લીધો હતો જયારે નવા થોરાળાના રામનગરના અબ્‍દુલ અનવરભાઇ દલની શોધખોળ હાથ ધરી છે.

(3:49 pm IST)