Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

વ્‍યાજંકવાદના ગુન્‍હામાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટઃ આરોપી અજીતભાઈ કરમશીભાઈ જરીયા પાસેથી રૂ.૩ લાખ ૧૦ ટકાના ઉંચા વ્‍યાજે નાણા ધીરધારન લાયસન્‍સ ન હોવા છતા વ્‍યાજે નાણા આપેલ અને ફરીયાદી વ્‍યાજ ચુકવતો ન હોય આરોપી ફરીયાદીને ઢોર માર મારી ઉંચુ વ્‍યાજ વસુલ કરતા હોય, ફરીયાદીએ આરોપી વિરૂદ્ધ એ-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં મની લેન્‍ડ એકટની કલમ-૫, ૪૦, ૪૨ તથા આઈ.પી.સી. ની કલમ-૩૨૩ મુજબનો ગુન્‍હો દાખલ કર્યો હતો.

આ ગુન્‍હાના કામે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા ટ્રાયલ ચાલી ગયેલ, જે કેસના આરોપીના વકીલની ધારદાર દલીલો અને વકીલ દ્વારા રજુ કરાયેલ વડી અદાલતોના ચુકાદાઓ ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.  આ કેસમાં આરોપી તરફે ધારાશાષાીઓ પ્રતિક ડી. રાજયગુરૂ, કરણસિંહ એ. ડાભી, કુલદીપ પી. રામાનુજ, પાર્થ ડી. પીઠડીયા, ભાવિન એન. ભટ્ટ રોકાયેલ હતા.(

(4:07 pm IST)