Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

વિદેશી દારૂના ગુનામાં નાસતો - ફરતો અલ્‍પેશ સંતકબીર રોડ પરથી પકડાયો

ક્રાઇમ બ્રાંચે ભગવતીપરાના શખ્‍સને દબોચ્‍યોઃ મારામારી અને દારૂ સહિત ચાર ગુનામાં સંડોવણી

રાજકોટ, તા.૧૬: શહેર ક્રાઇમ બ્રાંચ પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં નાસતા-ફરતા ભગવતીપરાના શખ્‍સને ક્રાઇમ બ્રાંચની ટીમે સંતકબીર રોડ પરથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રીરાજુ ભાર્ગવે સૂચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ. બી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ડી.સી. સાકરીયા સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે હેડ કોન્‍સ હરદેવસિંહ રાઠોડ અને ધર્મેશભાઇ ડાંગરને બાતમી મળતા અલ્‍પેશ કનકરાય ઉર્ફે કનુભાઇ રામાવત (ઉ.વ.૩૨) (રહે.નવીન  ટાવર્સ બી.વીંગ પહેલા માળે રૂમ નં.૧૧૦ ભગવતીપરા)ને સંતકબીર રોડ પરથી પકડી લીધો હતો. અલ્‍પેશ અગાઉ મારામારી અને વિદેશી દારૂ સહિત ચાર ગુનામાં પકડાઇ ચૂકયો છે. આ કામગીરી પી.એસ.આઇ ડી.સી.સાકરીયા, હેડ કોન્‍સ અશોકભાઇ કલાલ, હરદેવસિંહ રાઠોડ, ધર્મેશભાઇ ડાંગર, જયપાલભાઇ બરાલીયા અને શૈલેષભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

(4:07 pm IST)