Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

કરણપરામાં મોબાઇલમાં આઇ.ડી. બનાવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો નરેન્‍દ્ર પકડાયો

ક્રાઇમ બ્રાંચના કોન્‍સ. પ્રદિપસિંહ જાડેજા અને કુલદીપસિંહ રાણાની બાતમીઃ અમદાવાદના તરૂણની શોધ

રાજકોટ તા. ૧૬ :.. કરણપરા મેઇન રોડ પર આવેલી રાધે સેલ્‍સ નામની દુકાન પાસે જાહેરમાં મોબાઇલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્‍સને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ કરણપરા મેઇન રોડ પર એક શખ્‍સ મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની કોન્‍સ. પ્રદિપસિંહ જાડેજા અને કુલદીપસિંહ રાણાને બાતમી મળતા કરણપરા મેઇન રોડ પર રાધે સેલ્‍સ નામની દુકાન પાસે દરોડો પાડી જાહેરમાં મોબાઇલ ફોનમાં આઇ. ડી. બનાવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા કરણપરા શેરી નં. ૩ર માં ભુકી શંકુલ એપાર્ટમેન્‍ટમાં રહેતો નરેન્‍દ્ર મુકેશભાઇ બોરીચા (ઉ.વ.૩૦) ને પકડી લઇ રૂા. ૧૦ હજારનો મોબાઇલ કબ્‍જે કર્યો હતો. તેની પુછપરછમાં પાંચેક મહિના પહેલા અમદાવાદમાં રહેતો મિત્ર તરૂણે વોટસએપમાં આઇ.ડી. આપી હોવાની કબુલાત આપતા પોલીસે તરૂણની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી ક્રાઇમ બ્રાંચના હેડ કો. મયુરભાઇ પાલરીયા તથા કોન્‍સ. નગીનભાઇ ડાંગર, કોન્‍સ. પ્રદિપસિંહ જાડેજા અને કુલદીપસિંહ રાણા દ્વારા કરવામાં આવી હતી.

(4:08 pm IST)