Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સીટી બસના મહિલા કંડકટર ચાલુ બસે બેભાનઃ મુસાફરો સાથેની બસ હોસ્‍પિટલે લાવવામાં આવી

ગાંધીગ્રામના છાયા લીંબાણી પંદર દિવસથી જ નોકરીમાં રહ્યા છેઃ તુરત સારવાર આપવામાં આવી

રાજકોટઃ શહેરમાં સીટી બસમાં મહિલા કંડકટર એકાએક બેભાન થઇ ઢળી પડતાં ડ્રાઇવરે મુસાફરો સાથેની બસ સિવિલ હોસ્‍પિટલે લાવી કંડકટરને સારવાર માટે દાખલ કર્યા હતાં. જાણવા મળ્‍યા મુજબ એસઆરપી કેમ્‍પથી કોઠારીયા રૂટની સીટી બસ સવારે રેસકોર્ષ રીંગ રોડ જીલ્લા પંચાયત કચેરી અકિલા ચોક ખાતે પહોંચી ત્‍યારે આ બસના કંડકટર છાયાબેન અમરશીભાઇ લીંબાણી (ઉ.વ.૨૦) એકાએક બેભાન થઇ ઢળી પડતાં બસના ચાલકે તુરત જ બસ મુસાફરો સાથેની આખી બસ સિવિલ હોસ્‍પિટલે પહોંચાડી દીધી હતી અને મહિલા કંડકટરને તુરંત સારવાર અપાવી હતી. છાંયાબેને કહ્યું હતું કે પોતે પંદરેક દિવસથી જ નોકરીમાં જોડાયા છે. વહેલી સવારે નાસ્‍તો કર્યો ન હોઇ એ કારણે ચક્કર આવી ગયા હતાં. તસ્‍વીરમાં હોસ્‍પિટલે લાવવામાં આવેલી સીટી બસ, મહિલા કંડકટર છાંયાબેનની સારવાર શરૂ થઇ તે દ્રશ્‍ય જોઇ શકાય છે. ડ્રાઇવરની સમય સુચકતાથી મહિલા કંડકટરને તુરંત સારવાર મળી જતાં તેમની તબિયત સ્‍વસ્‍થ થઇ હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

(4:11 pm IST)