Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

એલસીબી ઝોન-૨ના બે દરોડાઃ ૪૧ હજારના દારૂ સાથે બે પકડાયાઃ બે શખ્‍સના નામ ખુલ્‍યા

પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કાર્યવાહીઃ વિરેન્‍દ્રસિંહ, હરપાલસિંહ, ધર્મરાજસિંહ અને જેન્‍તીગીરીની બાતમીજુની કલેક્‍ટર કચેરી પાસેથી ઇમરાનને રિક્ષામાં જથ્‍થા સાથે પકડયોઃ નવા થોરાળાના અબ્‍દુલની શોધખોળઃ એસકે ચોકમાંથી કશ્‍યપ ઉર્ફ હરિ એક્‍ટીવામાં બોટલો સાથે પકડયોઃ મિલનની શોધખોળ

રાજકોટ તા. ૧૬: શહેર પોલીસની એલસીબી ઝોન-૨ ટીમે દારૂના વધુ બે દરોડામાં રિક્ષામાં ૨૯૮૦૦નો ૬૨ બોટલ દારૂ ભરી નીકળેલા એક શખ્‍સને અને એક્‍ટીવામાં ૨૪ બોટલ રાખીને નીકળેલા એક શખ્‍સને પકડી લઇ કુલ ૧,૭૧,૮૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે જુની કલેક્‍ટર કચેરી રોડ મામાસાહેબના મંદિર નજીક રિક્ષા નં. જીજે૦૩એએક્‍સ-૩૮૧૮ને  આંતરી તલાસી લેતાં અંદરથી રૂા. ૪૮૦૦ની નંબર વન વ્‍હીસ્‍કીની ૧૨ બોટલો તથા રૂા. ૨૫૦૦૦ની ઓલ સીઝન વ્‍હીસ્‍કીની ૫૦ બોટલો મળતાં દારૂ, ૫૦ હજારની રિક્ષા, મોબાઇલ ફોન મળી રૂા. ૮૯૮૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી ચાલક ઇમરાન અલ્‍તાફભાઇ પરમાર (ઉ.૨૩-રહે. વિનો આવાસ યોજના ક્‍વાર્ટર બ્‍લોક નં. ૩ ક્‍વાટૃર નં. ૨૦૦૬, હુડકો પાસે)ને પકડી લીધો હતો. પુછતાછમાં તેણે આ દારૂ નવા થોરાળા રામનગરના અબ્‍દુલ અનવરભાઇ દલ પાસેથી લાવ્‍યાનું કબુલ્‍યું હોઇ તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જ્‍યારે બીજા દરોડામાં ગાંધીગ્રામ એસ. કે. ચોક પાસેથી એક્‍ટીવામાં રૂા. ૧૨૦૦૦નો રોયલ ચેલેન્‍જ વ્‍હીસ્‍કીનો ૨૪ બોટલ દારૂ લઇને નીકળેલા કશ્‍યપ ઉર્ફ હરિ રાજુભાઇ સોલંકી (ઉ.૨૨-ગાંધીગ્રામ-૬ બ)ને પકડી લઇ દારૂ, વાહન, મોબાઇલ ફોન મળી રૂા. ૮૨૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. કશ્‍યપે પોતે મિલન નામના શખ્‍સ પાસેથી દારૂ લાવ્‍યાનું કહેતાં તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનર સોૈરભ તોલંબીયા અને ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઇની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, મોૈલિકભાઇ સાવલીયા, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, કોન્‍સ. જેન્‍તીગીરી ગોસ્‍વામી, અમીનભાઇ ભલુર, મનિષભાઇ સોઢીયા, જયપાલસિંહ સરવૈયા અને ધર્મરાજસિંહે આ કામગીરી કરી હતી. આ બંને દરોડાઓમાં બાતમી વિરેન્‍દ્રસિંહ, હરપાલસિંહ, ધર્મરાજસિંહ અને જેન્‍તીગીરીને મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલાઓની વધુ પુછતાછ થઇ રહી છે.

(4:12 pm IST)