Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

કોઠારિયામાં ગંદા પાણીની સમસ્‍યામાંથી છુટકારો મળશે

રાજકોટ તા. ૧૬ : કોઠારીયા ખાતે બની રહેલ ૧૫ એમએલડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટની મુલાકાત મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવી હતી.

આ ૧૫MLDસુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ કાર્યરત થવાથી કોઠારીયા વિસ્‍તારની અંદાજીત ૧.૧૦ લાખની વસ્‍તીને ડ્રેનેજ સુવિધાનો લાભ મળશે.'

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ શહેરને સ્‍વચ્‍છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્‍થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ તા. ૧૫ના રોજકોઠારીયા ખાતે બની રહેલ ૧૫MLDક્ષમતાનાં સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટની મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

અંદાજે રૂ. ૨૦.૪૪ કરોડના ખર્ચે બની રહેલ ૧૫MLDક્ષમતાનાં સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટનું બાકી કામ તાકીદે પૂર્ણ કરી,પ્‍લાન્‍ટ તત્‍કાલ કાર્યરત કરવા સંબંધિત અધિકારી અને એજન્‍સીને સૂચના આપી હતી. આ ૧૫MLDસુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ કાર્યરત થવાથી કોઠારીયા વિસ્‍તારની અંદાજીત ૧.૧૦ લાખની વસ્‍તીને ડ્રેનેજ સુવિધાનો લાભ મળશે.

આજની વિઝિટ દરમ્‍યાન મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા સાથે સિટી એન્‍જી. કે. પી. દેથરીયા, પી.એ. (ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, ડી.ઈ.ઈ. જતીન પંડ્‍યા અને

(4:15 pm IST)