Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મનપાની દબાણ શાખા ત્રાટકીઃ રસ્‍તા પર નડતર રૂપ ૮૦ રેંકડી-કેબીનના દબાણો હટાવાયા

શહેરના વિવિધ વિસ્‍તારમાં કાર્યવાહીઃ રાજમાર્ગો પરથી ર૯ર બોર્ડ-બેનરો તથા ૧પપ કિલો શાકભાજી-ફળ જપ્તઃ ૪પ હજારનો વહીવટી ચાર્જ વસુલ

રાજકોટ તા. ૧૬ :.. મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા બે દિ' માં શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૮૦ રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી, ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું. ર૯૦ બોર્ડ - બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ દબાણ શાખા દ્વારા રસ્‍તા પર નડતર રૂપ ૮ રેંકડી તે એસ. કે. ચોક ગાયત્રીધામ, હુડકો પોલીસ ચોકી, પ્રદ્યુમનપાર્ક પાસેથી જપ્ત કરવામાં આવી હતી.

જુદી જુદી અન્‍ય ૭ર પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવી જે મોરબી રોડ જકાત નાકા, પારેવાડી ચોક, સેટેલાઇટ ચોક, યુનિ. રોડ, મવડી પ્‍લોટ શેરી નં. ૯, પાસેથી જપ્ત કરવામાં આવી હતી. ૧પપ કિ. ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તે પુષ્‍કરધામ, કોઠારીયા સોલવન્‍ટ, કોઠારીયા રોડ પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતાં. તેમજ રૂા. ૧૪,૪૦૦ વહીવટી તે કોઠારીયા રોડ, પ્રદ્યુમન પાર્ક, માંડા ડુંગર, ૮૦ ફુટ રોડ, ભકિતનગર સર્કલ, જામનગર રોડ, મોટી ટાંકી ચોક, યુનિ. રોડ, અમીન માર્ગ, પરથી વસુલ કરવામાં આવ્‍યો હતો. તેમજ રૂા. ૩૧,પ૬૦ મંડપ ચાર્જ તે ચુનારાવાડ ચોક, જળ ગંગા, ચોક, નિર્મલા રોડ, પરથી વસુલ કરવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત શહેરના રાજમાર્ગો પરથી મંજૂરી વિનાના રાજકીય-સામાજીક સંસ્‍થાના ર૯ર બોર્ડ - બેનર તે રેસકોર્સ રીંગ રોડ અને યુનિ. રોડ પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતાં.

(4:15 pm IST)