Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ઢોલ ઢમક્‍યા ને વરવહુના હાથ મળ્‍યા, વાજા વાગ્‍યા ને વરવહુના હાથ મળ્‍યા

તા. ૨૬મીથી હોળાષ્‍ટક : તા. ૭ માર્ચ સુધી લગ્નોત્‍સવમાં વિરામઃ ૨૨ એપ્રિલે અખાત્રીજ

હોળાષ્‍ટક પછી લગ્નનું પ્રથમ મુહૂર્ત ૮ માર્ચે : શાષાી લલિતભાઇ ભટ્ટ

રાજકોટ,તા.૧૬ : લગ્નોત્‍સવની પુરબહારમાં ખીલેલી મોસમમાં થોડા સમય માટે બ્રેક આવવાની છે. તા. ૨૬ ફેબ્રુઆરી રવિવારથી હોળાષ્‍ટક બેસી રહ્યા છે. હોળાષ્‍ટકના સમયમાં લગ્ન જેવા માંગલિક કાર્યો શાષાોકત દ્રષ્‍ટિએ નિષેધ ગણાય છે. હોળાષ્‍ટક પછી લગ્નોત્‍સવનું પ્રથમ મુહૂર્ત ૮ માર્ચે છે.

શાષાીશ્રી લલિતકુમાર એલ.ભટ્ટના મત મુજબ તા. ૨૬ ફેબ્રુઆરી રવિવારે રાત્રે ૧ વાગ્‍યાથી હોળાષ્‍ટક બેસે છે. તે પૂર્વે ચાલુ મહિનામાં તા. ૧૬,૧૭,૨૨,૨૩,૨૬ના દિવસે લગ્નના મુહૂર્ત છે. ૬ માર્ચે હોળી છે. ૨૭ ફેબ્રુઆરીથી ૭ માર્ચે સુધી લગ્નોત્‍સવના મુહૂર્ત નથી. હોળાષ્‍ટક હોળીની રાત્રે પૂર્ણ થશે. હોળાષ્‍ટક પછી શુભ લગ્નનું પ્રથમ મુહૂર્ત ફાગણ વદ એકમ ૮ માર્ચે છે. માર્ચમાં તે સિવાય તા. ૯ અને ૧૩ના દિવસે લગ્નો છે. ૧૫ માર્ચથી ૧ માસ સુધી કમુહૂર્તા છે. ત્‍યારપછી લગ્નનું પહેલુ મુહુર્ત ૨૨ એપ્રિલે છે. તે દિવસે અખાત્રીજ છે. એપ્રિલમાં લગ્નનું બીજુ મુહુર્ત ૩૦ તારીખે છે. લગ્નોત્‍સવના વધુ એક તબક્કાને અનુલક્ષીને વાડી, હોલ, કેટરર્સ, ભૂદેવો, બેન્‍ડવાજા, બ્‍યુટી પાર્લર, વાહન સુશોભન, મંડપ સર્વિસ વગેરેના બુકીંગ અત્‍યારથી જ થઇ ગયા છે. આજથી એપ્રિલ અંત સુધીમાં લગ્નના ૧૦ જેટલા મંગલ મુહૂર્તો છે

(4:18 pm IST)