Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

કેશર શ્રીખંડ - રાય - મીકસ દૂધ સહિતના ૬ નમૂના મીસ બ્રાન્‍ડેડ - સબસ્‍ટાન્‍ડર્ડ : પાંચ વેપારીને ૧.૩૫ લાખનો દંડ

મનપાની ફુડ શાખા દ્વારા થોડા દિવસ પહેલા લેવાયેલ ખાદ્ય પદાર્થના નમૂના : પંચાયત ચોક અને કોઠારીયા રોડ સહિતના વિસ્‍તારમાંથી પીઝા અને શ્રીખંડના નમૂના લેવાયા : નમૂના નાપાસ થયેલ પેઢીના માલિકને દંડનો હુકમ કરતા એજ્‍યુડીકેટીંગ ઓફિસર

રાજકોટ તા. ૧૬ : શહેરમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. તેવામાં લોકોનું સ્‍વાસ્‍થ્‍ય જળવાઇ રહે તે માટે મનપા દ્વારા વિવિધ વિસ્‍તારોમાં ખાદ્ય પદાર્થોના ઉત્‍પાદકો અને વેચાણકર્તાઓને ત્‍યાં ફૂડ શાખાનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત નમુના મિસ બ્રાન્‍ડેડ થતાં આજે પાંચ વેપારીઓ પાસેથી ૧.૩૫ લાખનો દંડ વસુલાયો હતો. ઉપરાંત પીઝા અને શ્રીખંડના નમૂના લેવામાં આવ્‍યા હતા.

મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારાસદર બજાર,મુકામેથીકેશર શિખંડ (લુઝ)નો નમુનો રિપોર્ટમાંસીન્‍થેટીક ફૂડ કલર ટારટ્રાયઝોનની હાજરી મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી  દ્વારા નમુનો આપનાર પેઢીના ભાગીદાર -કેતનભાઈ મનસુખલાલ પટેલ,પેઢીના ભાગીદારો તથા પેઢીને મળી કુલ રૂા.૭૦,૦૦૦ નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

જ્‍યારે અભિનવ સ્‍ટોર્સ-વૈદવાડી,જયંત કે. જી. મેઇન રોડ,રાજકોટ મુકામેથીઅભિનવ ૫૦+ એનર્જી પાવડર (૫૦ ગ્રામ પેકડ) નમુનો રિપોર્ટમાં લેબલ પરNUTRITIONAL INFORMATIONદર્શાવેલ ન હોવાના કારણે નમૂનો મિસબ્રાન્‍ડેડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક અશ્વિનભાઈ પરસોતમભાઈ મજેઠીયાને રૂા.૫૦૦૦ નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

અભિનવ સ્‍ટોર્સ'-વૈદવાડી,જયંત કે. જી. મેઇન રોડ,રાજકોટ મુકામેથી અભિનવ ડાયાબિટીસ માટે ફાકી(૧૦૦ ગ્રામ પેકડ)નો નમુનો રિપોર્ટમાં લેબલ પર નેમ ઓફ ફૂડતથાન્‍યુટ્રીશ્‍યન ઇન્‍ફોર્મેશનદર્શાવેલ ન હોવાના કારણે નમૂનો મિસબ્રાન્‍ડેડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક અશ્વિનભાઈ પરસોતમભાઈ મજેઠીયાને રૂા.૫૦૦૦ નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારાશ્રી રાધવ ઇન્‍ડસ્‍ટ્રીઝ-જૂના માર્કેટિંગ યાર્ડ શોપ નં. બી-૬,,આર.ટી.ઓ. પાસે,રાજકોટ મુકામેથીરાઈ-આખી (લુઝ) તથાકલર પ્રિપરેશન (પ્રવાહી-લુઝ)(એડલ્‍ટ્રન્‍ટ)નો નમુનો લેવામાં આવેલ જે અંગેનાં રિપોર્ટમાંરાઈ-આખી (લુઝ)નો નમૂનો કલર પ્રિપેરેશન (એડલ્‍ટ્રન્‍ટ યુક્‍ત) જણાઈ આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા ઉત્‍પાદક પેઢીને અને નમુનો આપનાર પેઢીના નોમિની મૌલિનભાઇ હસમુખભાઈ કટારીયાને મળી કુલ રૂા.૨૫,૦૦૦નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

ઘનશ્‍યામ ડેરી ફાર્મ-પુર્વા એપાર્ટમેન્‍ટ શોપ નં.-૨,અલય વાટિકાની બાજુમાં,માધવ પાર્ક મેઇન રોડ,રાજકોટ મુકામેથીમિક્‍સ દૂધ (લુઝ) નો નમુનો રિપોર્ટમાંફોરીજન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર-ફૂડ બિઝનેશ ઓપરેટર-સાગરભાઈ પ્રવીણભાઈ ગજેરા તથા પેઢીના માલિક રજનીકભાઇ પ્રવીણભાઈ ગજેરાને મળી કુલ રૂા.૨૦,૦૦૦ નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

ફૂડ વિભાગ દ્વારાનસીબ હોટલ-સંકેત પ્‍લાઝા ગ્રા.ફલોર શોપ નં. ૭-૮,હનુમાનમઢી ચોક,રૈયા રોડ,રાજકોટ મુકામેથી લેવાયેલમિક્‍સ દૂધ (લુઝ)નો નમુનો રિપોર્ટમાં મીલ્‍ક ફેટતથામીલ્‍ક એન્‍ડ સોલીડ નોટફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું આવેલ હોવાથી નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર નમુનો આપનાર પેઢીના માલિક -મયાભાઈ સવાભાઈ પરમારને રૂા.૧૦,૦૦૦નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

નમૂનાની કામગીરી

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટીસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬હેઠળ ૨ નમૂના લેવામાં આવેલ જેમાં (૧) મેક્‍સીકન ડીલાઇટ પીઝા (પ્રિપેર્ડ -લુઝ): સ્‍થળ - હરિકૃષ્‍ણા હોસ્‍પિટાલિટી, આર.કે. હાઉસ ફર્સ્‍ટ ફલોર,પંચાયત ચોક,યુનિવર્સિટી રોડ, તથા કેશર શિખંડ (લુઝ): સ્‍થળ -સુંધાગ ડેરી ફાર્મ,હૂડકો ક્‍વાટર નં.ડી-૧૯,કોઠારીયા રોડ,પોલીસ ચોકી પાસેનો સમાવેશ થાય છે

(4:19 pm IST)