Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

રવિવારે ચુંવાળીયા કોળી જ્ઞાતિના સમુહલગ્નઃ ૨૨ નવ યુગલો પ્રભુતામાં પગલા પાડશે

શ્રી ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભુવન અને બોર્ડીગ રાજકોટ દ્વારા : કરીયાવરમાં દીકરીઓને ૭૦થી વધુ વસ્‍તુઓ અપાશેઃરકતદાન કેમ્‍પ, સર્વ રોગ નિદાન કેમ્‍પનું પણ આયોજનઃ જ્ઞાતિજનોને આમંત્રણ

રાજકોટ તા.૧૬: રાજકોટ શ્રી ચુંજાળીયા કોળી વિદ્યાર્થી ભુવન અને બોર્ડીગ-રાજકોટ દ્વારા આયોજીત ૨૭મો સંતશ્રી વેલનાથ સમુહ લગ્નોત્‍સવ આગામી રવિવાર તા.૧૯ સવારે ૮ વાગ્‍યાથી રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, બહુમાળી ભવનની સામે રાજકોટ ખાતે યોજાયેલ છે. જેમાં ૨૨ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં દીકરીઓને ૭૦થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે

સમુહલગ્નમાં નવયુગલો જોડાઇ રહયા છે જેમાં કન્‍યાઓને શુકનની વસ્‍તુઓ ઉપરાંત કબાટ, બેડ, ગાદલા, વાસણો વગેરે અને સંતો, મહાનુભાવો દ્વારા પ્રેરણાત્‍મક સંસ્‍કારનો કરીયાવર કરવામાં આવશે. બ્‍લડ ડોનેશન કેમ્‍પનું તથા સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે લોકગાયીકા શ્રીમતી લલીતાબેન ઘોડાદ્રા અને શ્રીમતી સોનલબેન ઠાકોર ભાતીગળ સંસ્‍કૃતિના લગ્નગીતોની પરંપરાને ઉજાગર કરશે.

આ સમુહલગ્નોત્‍સવમાં સંતશ્રી પ.પુ.રામદાસબાપુ, પ.પુ.સાયનાથબાપુ, શ્રી સુંદરનાથ બાપુ, શ્રી મનુભગત, શ્રી વાઘજીભગત તથા અધ્‍યક્ષસ્‍થાને શ્રી ધર્મેશભાઇ જંજવાડીયા(પ્રદેશ પ્રમુખ-ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ) સમારોહના ઉદઘાટક ડો.શ્રી મહેન્‍દ્ર મુંજપરા સાહેબ કેન્‍દ્રીય મંત્રી, શ્રી કુંવરજીભાઇ બાવળીયા, શ્રી વિરજીભાઇ સનુરા, શ્રી દિનેશભાઇ મકવાણા, શ્રી દેવજીભાઇ ફતેપરા, શ્રી જગદીશભાઇ ઠાકોર, શ્રી અમિતભાઇ ચાવડા, શ્રી પરસોતમભાઇ સાબરીયા, શ્રી રાજેશભાઇ ચુડાસમા, શ્રી શામજીભાઇ ચૌહાણ, શ્રી રૂત્‍વિકભાઇ મકવાણા, શ્રી રમેશભાઇ ઠાકોર, શ્રી અલ્‍પેશભાઇ ઠાકોર, શ્રીમતી નયનાબેન બાળોન્‍દ્રા, શ્રી બાબુભાઇ ઉઘરેજા, શ્રીમતી કંકુબેન ઉઘરેજા, શ્રી ભરતભાઇ ડાભી ઉપરાંત સમાજના સરપંચશ્રીઓ, દાતાશ્રીઓ શ્રી દિપકભાઇ બાબરીયા, દેવભાઇ કોરડીયા, મિહીરભાઇ સીતાપરા, શ્રી ધર્મેશ ,ભરતભાઇ બાળોન્‍દ્રા વગેરે ઉપસ્‍થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા માટે સમુહલગ્ન સમિતિના પ્રમુખ શ્રી ભરતભાઇ બાળોન્‍દ્રા, મહામંત્રી શ્રી શુભાષભાઇ, ખજાનચી શ્રી ભરતભાઇ જી.પંચાસરા અને સમુહલગ્ન સમિતિ દરેક હોદેદારો જહેમત ઉઠાવી રહયા છે. તેમ શ્રી ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભુવન અને બોર્ડીગ-રાજકોટના મંત્રીશ્રી લક્ષ્મણભાઇ વાવેસાની યાદી જણાવે છે.

(4:25 pm IST)