Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ત્રણ યુવા ગાયકોએ સંગીત પ્રેમીઓને ડોલાવ્‍યા

કલબ યુફોનિકની શાનદાર શરૂઆતઃ દર્શિત કાનાબાર, ખ્‍યાતિ પંડયા અને કાર્તિક ઠાકર છવાયા

રાજકોટઃ સાંગીતિક જગતમાં ઉમેરાયુ એક નવુ સોપાન કલબ યુફોનીક ત્રણ મિત્રો દ્વારા શરૂ કરાયેલી આ કલબનો પ્રથમ કાર્યક્રમ ઇવનીંગ પોસ્‍ટ' ખાતે યોજાઇ ગયો. કરાઓકે સંગીતના આ કાર્યક્રમમાં મહેમાન કલાકાર તરીકે ફાલ્‍ગુની મહેતાએ પણ પોતાની કલા પ્રદર્શિત કરી હતીસ્‍વ.લતાજી દ્વારા ગવાયેલી પ્રાર્થના ૐ નમોજી આદૃા, ખ્‍યાતી પંડયાના કંઠે કાર્યક્રમનો પ્રારંભ થયો. પ્‍યાર હુઆ ચુપકે સે તેમજ રોઝ શામ આતી થી જેવા ગીતો દ્વારા શ્રોતાઓના મન મોહિ લીધા. શાષાીય સંગીતક્ષેત્રે ગોલ્‍ડમેડલ હાંસિલ કરનાર પ્રજ્ઞાચક્ષુ કલાકાર દર્શિત કાનાબારએ સોનુ નિગમ દ્વારા ગવાયેલ ગીત અભિ મુજમેં કહીની રજુઆતથી શ્રોતાઓને ભાવવિભોર કર્યા. આ તે કેવી દુનિયા જેવી અનેક ગુજરાતી ફિલ્‍મોમાં આસિસ્‍ટન્‍ટ ડિરેકટર તરીકે કામ કરી ચુકેલા કાર્તિક ઠાકરએ પણ મે શાયર તો નહી તેમજ ચેહરા હૈ યા ચાંદ ખીલા હૈ જેવા ગીતો પ્રથમ ચરણમાં રજુ કર્યાકાર્યક્રમના મધ્‍યભાગમાં દર્શિત કાનાબાર અને ખ્‍યાતી પંડયા દ્વારા શાષાીય સંગીત પર આધારીત ગીત મેરે ઢોલના સુન રજુ થતા શ્રોતાઓ અચંબીત થઇ ગયા હતા.દર્શિત કાનાબાર દ્વારા કિ-બોર્ડ સાથે ગવાયેલી જુના ગીતોની મેડલીમાં બે વિદ્યાર્થીઓ દિપ રાણપરા' તેમજ નિકિત જોબનપુત્રા' એ કિ-બોર્ડ પર પોતાની આંગળીઓનો જાદુ વિખેર્યો હતો. રાષ્‍ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયુ હતુ

(4:30 pm IST)