Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

રામચરિત માનસ મંદિરે અખંડ શિવપૂજન-પૂજા-આરતી-ફરાળી મહાપ્રસાદ

રાજકોટ : શહેરની ભાગોળે મોરબી રોડ પર રતનપર પાસે સુપ્રસિદ્ધ યાત્રા સ્‍થળ રામચરિત માનસ મંદિરે પ.પૂ. શ્રી રણછોડદાસજી બાપુ તથા પૂ.શ્રી હરિચરણદાસજી મહારાજના શુભાશિષથી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે તા.૧૮ના શનિવારના મહાશિવરાત્રી મહોત્‍સવ ઉજવાશે.

જેમાં સવારથી સાંજ સુધી અખંડ શિવપૂજન, રૂદ્રાભિષેક થશે. ૐ નમઃ શિવાયનો મંત્ર જાપ થશે. બપોરે ૧૨ કલાકે મહાઆરતી થશે. ભાવિકો માટે ઉદ્યોગ શ્રેષ્‍ઠી રમેશભાઈ રાચ્‍છ પરીવારના સૌજન્‍યથી રામ મંદિરના અન્‍નપૂર્ણા ગૃહમાં શુદ્ધ ઘીમાંથી નિર્મિત ફરાળી મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરેલ છે. આ પ્રસંગ દાણાપીઠ માર્કેટ યાર્ડના વ્‍યાપારી શ્રેષ્‍ઠીઓ, સામાજીક અગ્રણીઓ વિ. ઉપસ્‍થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ મહાશિવરાત્રી પર્વ પર રામ મંદિરે બહોળી સંખ્‍યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. શહેરની ભીડ, ધમાલ, ઘોંઘાટ અને પ્રદૂષણથી દૂર કુદરતી સૌંદર્યથી ભરપૂર, બાગબગીચાઓથી શોભતુ રમણીય પ્રકૃતિક સ્‍થળ રામચરિતમાનસ મંદિરે શિવરાત્રી મહોત્‍સવમાં પૂજા - આરતી, પવિત્ર પ્રસાદનો ધર્મલાભ લેવા સર્વે દર્શનાર્થીઓ, ભાવિકોને સહપરિવાર ઉપસ્‍થિત રહેવા સિયારામ મંડળીએ નિમંત્રણ પાઠવ્‍યુ છે. વધુ વિગત માટે ફોન - ૦૨૮૧ ૨૭૮૮૨૦૨ ઉપર સંપર્ક કરી શકાય છે.

 

(4:31 pm IST)