Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

રાજકોટમાં ખુલ્લેઆમ છરી સાથે નીકળનારા દસને પોલીસે દબોચ્‍યા

રાજકોટ તા. ૧૬ :.. શહેરના અલગ -અલગ વિસ્‍તારમાં કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસે પેટ્રોલીંગ દરમ્‍યાન જુદા જુદા વિસ્‍તારમાંથી ધરી લઇને નિકળનારા દસ શખ્‍સોને પકડી લીધા છે. શહેરમાં કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અલગ - અલગ વિસ્‍તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં એ ડીવીઝન પોલીસે ભવાનીનગરમાંથી લાલુ ઉર્ફે બચ્‍ચો પ્રતાપભાઇ સોલંકી, જયુબેલી ગાર્ડન પાસેથી વિશાલ વિનોદભાઇ સરવૈયા, રામનાથપરા જૂની જેલ પાસેથી મયુર વભાભાઇ ચૌહાણ, વિજય ઉર્ફે લટારો રમેશભાઇ ઉકેડીયાને, તથા ભકિતનગર પોલીસે ત્રિશુલ ચોક પાસેથી પ્રવિણ નથુભાઇ વાસણા, તથા યુનિવર્સિટી પોલીસે ધરમનગર રવેચી હોટલ પાસેથી આશીષ ભરતભાઇ પરમાર, દિપક સવજીભાઇ પરમાર, માલવીયાનગર પોલીસે શ્રીનાથજી સોસાયટી શેરી નં. ર ના સાગર ઉર્ફે પંકજ રાણાભાઇ લોખીલ, મવડી રોડ મહાકાળી માતાજીના મંદિર સામેથી અજીતસિંહ મહોબતસિંહ રાઠોડ, બળવંતસિંહ મનુભા રાઠોડ સહિત દસ શખ્‍સોને છરી સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:32 pm IST)