Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ખોડીયારનગર ગઢવી સમાજ દ્વારા મંગળવારે લોકડાયરો

દર બીજના આયોજન અનુસંધાને દ્વીતીય કાર્યક્રમ : પ્રસાદની પણ વ્‍યવસ્‍થા

રાજકોટ તા. ૧૬ : ખોડીયારનગર સમસ્‍ત ગઢવી સમાજ દ્વારા આગામી તા. ૨૧ ના મંગળવારે બીજ નિમિતે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરાયુ છે.

અકિલા' ખાતે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે ચારણ ગઢવી સમાજના પરમ વંદનીય આઇશ્રી સોનલ માતાજીના ૧૦૦ મા જન્‍મોત્‍સવ નિમિતે ખોડીયારનગર ગઢવી સમાજ દ્વારા ૧૨ બીજનો સંકલ્‍પ જાહેર કરાયો છે. જે અંતર્ગત આગામી તા. ૨૧ ના મંગળવારે બીજ નિમિતે આ દ્વીતીય કાર્યક્રમ આયોજીત થયો છે.

ખોડીયારનગર, ગોંડલરોડ ખાતે રાત્રે ૯.૩૦ વાગ્‍યે આયોજીત આ લોકડાયરામાં ખીમજીભાઇ ભરવાડ, દેવરાજભાઇ ગઢવી (ઉપલેટા), શક્‍તિદાન ચારણ, અજય ગઢવી (બાવડા) વગેરે ભાગ લેશે.

સાંજે ૭ વાગ્‍યાથી ૯.૩૦ વાગ્‍યા સુધી સુધી મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરાઇ છે. જેના દાતા તરીકેનો લ્‍હાવો ભાવેશભા રાજભા બળદાએ લીધો છે.

લોકડાયરામાં સોનલમાના સર્વે ઉપાસકોને પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રમુખ પ્રકાશભા કવલ, ઉપપ્રમુખ મહીપતભા ગઢવી, મંત્રી પ્રવિણભા ગઢવી, સહમંત્રી ભરતભા ગઢવી, સંગઠન મંત્રી હમીરભા ગુઢડા, કનુભા સાબા, મનોજભા કુનડા, નારૂભા ભાંસળીયા, ભકાભા બળદા, રવીભા ગોલ, રવીરાજ નાગૈયા, અશ્વિન ગઢવી, કેશુભા મધુડા, શાંતિભા રતન, કરણ બાવડા, કરશનભા બુદશી, રણજીતભા કુનડા, કેતન ભાંસળીયા, હરેશભા વડગામા, અજીતભા કવલ, યોગેશભા બાવડા, ભાવેશભા ધીરૂભા કુનડા, ભાવેશભા ઉમેદભા કુનડા, સંજય પાલીયા, દેવકરણભા મધુડા, જીજ્ઞેશ કુનડા, જયેશ કુનડા, સંજય પાલીયા, દેવકરણભા મધુડા, જીજ્ઞેશ કુનડા, જયેશ કુનડા, પ્રવિણ બાવડા, હેમરાજ મધુડા, દેવસુર સાબા, મહેશભાઇ બાવડા, દેવરાજ બાવડા, ભાવેશ ધનાભા ઘાંઘણીયા, સંજય બળદા, બાબભા લાખાભા કુનડા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:33 pm IST)