Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

શ્રી રણછોડદાસજી બાપુ હોસ્‍પિટલ રાજકોટ દ્વારા ગોરખપુરમાં મહારકતદાન કેમ્‍પ : ૧૫ માર્ચ સુધી ચાલશે

રાજકોટ : શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ રાજકોટ દ્વારા ગુરૂદેવના જીવન સંદેશ મરીઝ મેરે ભગવાન હૈ' તથા મૂઝે ભૂલ જાના પર, નેત્રયજ્ઞ કો નહીં ભૂલના' ના અટલ વચનોને સાર્થક કરીને દેવરીયા (ગોરખપુર ઉ.પ્ર.)માં નિઃશુલ્‍ક નેત્રયજ્ઞની સેવાનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં અત્‍યાર સુધીમાં એટલે કે તા. ૧૫ ફેબ્રુઆરી સુધીમાં ૩૧૨૦૫ ગરીબ દર્દીઓ સેવાનો લાભ લઇ ચુકયા છે. નાના બાળકો સહીતના દર્દીઓની સેવા થઇ રહી છે. હજુ ૧૫ માર્ચ સુધી મહાનેત્રયજ્ઞ ચાલશે. જેમાં દર્દીઓને સારામાં સારી સોફટફોલ્‍ડેબલ નેત્રમણી સાથે આધુનિક ફેકોમશીન ટાંકાવગરનું મફત ઓપરેશન કરી આપવામાં આવે છે.  સાથો સાથ દરેક દર્દીઓને ચા-નાસ્‍તો, દવા, ટીપા, કાળા ચશ્‍મા, નંબરવાળા ચશ્‍મા, ધાબળો, સાડી, બે કિલો ચોખા, અડધો કિલો મીઠી બુંદી, રહેવા જમવા સહીતની અમુલ્‍ય સેવા આપવામાં આવતી હોવાનું શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ રાજકોટ (મો.૮૪૬૦૯ ૨૮૫૦૮) ની યાદીમાં જણાવાયુ છે.

 

(4:34 pm IST)