Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

તું મારા ભાઇને કેમ ભેગો રખડાવે છે? કહી વિરેન્‍દ્રને મનીયાએ કડુ માર્યુ

રાજનગર ચોકમાં ડિલક્‍સ પાનની દૂકાન પાસે ડખ્‍ખો

રાજકોટ તા. ૧૬: નાના મવા સર્કલ પાસે કૈલાસ સોસાયટી-૨માં રહેતાં અને સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં વિરેન્‍દ્ર રમેશભાઇ ગોહેલ (ઉ.વ.૪૦)ને રાતે દસેક વાગ્‍યે મિત્ર સતિષ સાથે રાજનગર ચોક ડિલક્‍સ પાન પાસે હતો ત્‍યારે સતિષના ભાઇ મનિષ ઉર્ફ મનિયાએ આવી ઝઘડો કરી કાન પર કડુ ફટકારી દેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જૂણાચે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. વિરેન્‍દ્રના કહેવા મુજબ મનિયાએ આવી ‘તું મારા ભાઇને તારા ભેગો કેમ રખડાવે છે?' કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો

(5:03 pm IST)