Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સંસ્‍કૃત સપ્તાહની ઉજવણી

સિસ્‍ટર નિવેદીતા ફાઉન્‍ડેશન દ્વારા સંચાલિત પ્રિન્‍સીપાલ ડી. પી. જોશી પબ્‍લીક લાઇબ્રેરીના ઉપક્રમે યોજાયેલ ૪૬માં સંસ્‍કૃત સપ્તાહનો સમાપન સમારંભ વિભાવરીબહેન જાનીા અતિથિવિશેષ પદે યોજવામાં આવેલ. આ તકે તેમણે સંસ્‍કૃત ભાષા ખૂબ જ વૈજ્ઞાનિક છે. યોગ્‍ય ઉચ્‍ચાર અને આરોહ-અવરોહ સાથે કરવામાં આવેલું સ્‍તોત્રગાન બોલવાથી કે સાંભળવાથી ઉર્જા ઉત્‍પન્ન થાય છે જેનાથી મન અને શરીરમાં શાંતિ, તેમજ પ્રેમની લાગણી જન્‍મે છે. સામવેદના ગાનથી ઉર્જા ઉત્‍પન્ન થાય છે, જેના દ્વારા અનેક રોગોનું નિવારણ શકય છે. તેમ તેમણે જણાવેલ. સંસ્‍કૃત સપ્તાહની ઉજવણીમાં ૧૮૦ જેટલાં વિદ્યાર્થીઓએ શ્‍લોકગાન, શ્રીમદ્‌્‌ ભગવદ ગીતાના શ્‍લોકનું ગાન, સુભાષિત ગાન, સ્‍તોત્રગાન, એકપાત્રીય અભિયન અને સંસ્‍કૃત વકતવ્‍ય કૌશલ સ્‍પર્ધાઓમાં ભાગ લીધેલ. દરેક સ્‍પર્ધામાં પ્રથમ પાંચ ક્રમ પ્રાપ્ત કુલ ૩૦ વિજેતા સ્‍પર્ધકોને અતિથિવિશેષ પ્રોફે. વિભાવરીબહેન જાની, સંસ્‍થાના ટ્રસ્‍ટી બળવંતભાઇ દેસાઇ, તેમજ નિખિલભાઇ ધ્રુવના હસ્‍તે શીલ્‍ડ અને રોકડ પુરસ્‍કાર એનાયત કરવામાં આવેલ.

(4:35 pm IST)