Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મેટોડોમાં પૂર્વ ધારાસભ્‍યના કૌટુંબીક ભત્રીજા ઉપર હુમલો કરનાર ૪ની શોધખોળ

અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી બલદેવ ઉર્ફે અપ્‍પુનો સાળો, મહેશ તથા અન્‍ય બે અજાણ્‍યા શખ્‍સોએ ઓફિસમાં ઘુસી હુમલો કર્યો'તો

રાજકોટ,તા. ૧૫ : મેટોડા જીઆઇડીસીમાં ગઇ કાલે ભાજપના પૂર્વ ધારાસભ્‍યના કૌટુંબિક ભત્રીજા ઉપર હુમલો કરનાર ૪ શખ્‍સોની લોધીકા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્‍ત વિગતો મુજબ લોધીકાના ખીરસરા ગામે રહેતા ચિરાગ ખીમજીભાઇ સાગઠીયાએ બલદેવ ઉફે અપ્‍પુનો સાળો, મહેશ તથા તેની સાથે આવેલ બીજા બે અજાણ્‍યા શખ્‍સો સામે લોધીકા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્‍યા મુજબ ફરિયાદી મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.-૩ પાસે માટેલ બિલ્‍ડીંગ મટીરીયલ્‍સની ઓફિસે હતા ત્‍યારે ઉકત આરોપીઓએ ફરિયાદીના કૌટુંબિક ભાઇ સાથે આરોપી મહેશના બનેવીને અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી સાહેદની ઓફિસમાં ઘુસી ફરિયાદી તથા સાહેદને ઢીકાપાટુ અને લાકડી વડે માર મારતા ફરીયાદીને જમણા હાથની આંગળીમાં ફેકચર થઇ ગયું હતું. તમેજ સાહેદોને ઇજા કરી હતી. અને આરોપીઓએ જતા જતા જાતિ પ્રત્‍યે અપમાનીત કરી પતાવી દેવાની ધમકી આપી હતી.

આ ફરીયાદ અન્‍વયે લોધીકા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩,૩૨૪, ૩૨૫, ૪૨૫ તથા એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્‍હો દાખલ કરી ચારેય શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ ગોંડલના ડીવાયએસપી કે.જી.ઝાલા ચલાવી રહ્યા છે.

(4:35 pm IST)