Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પેપર લીક પ્રકરણમાં શુકલ કોલેજના કર્મચારી નિર્દોષ હોવાની અરજી કોર્ટે સ્‍વીકારી

રાજકોટ તા. ૧૬ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પેપર લીક પ્રકરણમાં શુકલ કોલેજના કર્મચારી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેની સામે શુકલ કોલેજના કર્મચારીએ નિર્દોષ હોવાની ફરિયાદ હાઇકોર્ટમાં કરતા અરજી હાઇકોર્ટે સ્‍વીકારી છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા ૧૩ ઓકટોબરે બીબીએ સેમેસ્‍ટર-૫ અને બી.કોમ. સેમ.-૫નું પ્રશ્નપત્ર લીક થયું હતું. આ મામલે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ અમિત પારેખે એચ.એન.શુકલા કોલેજના કર્મચારી જીગર ભટ્ટ સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરેલ. આ સામે શુકલ કોલેજના ટ્રસ્‍ટી નેહલ શુકલએ કુલપતિ ગીરીશ ભીમાણી અને રજીસ્‍ટ્રાર અમિત પારેખ સામે બદનક્ષીનો દાવો કરેલ.

આ અંગે શુકલ કોલેજના કર્મચારી જીગર ભટ્ટ સામે એફઆઇઆર દાખલ થઇ હતી. તેની સામે શુકલા કોલેજના કર્મચારી જીગર ભટ્ટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

(4:36 pm IST)