Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

બામણબોરમાં પૂલની પાળીએ બેઠેલા ગુંદાળાના દિનેશભાઇનું પડી જતાં મોત

સારવાર માટે રાજકોટ ખસેડાયો પરંતુ દમ તોડી દીધોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૬: બામણબોરના નવાપરામાં પૂલ પર બેઠેલા યુવાનનું અકસ્‍માતે નીચે પટકાતાં માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ ચોટીલાના ગુંદાળા ગામે રહેતો અને છુટક ડ્રાઇવીંગ કરતો દિનેશભાઇ સવાભાઇ જીંજરીયા (ઉ.વ.૪૦) સાંજે સાતેક વાગ્‍યે બામણબોર નવાપરામાં આટો મારવા ગયો હોઇ ત્‍યાં પૂલની પાળીએ બેઠો હતો તે વખતે એકાએક બેલેન્‍સ ગુમાવતાં નીચે ખાબકતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના  તોૈફિકભાઇ જુણાચે જાણ કરતાં એરપોર્ટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

દિનેશભાઇ બે બહેન અને ત્રણ બહેનમાં વચેટ હતો. તે છુટક ડ્રાઇવીંગ કામ કરતો હતો. અકસ્‍માતે પડી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.

ખોરાણામાં પિતાએ મોબાઇલ લેવાની ના પાડતાં છાત્રાએ ફિનાઇલ પીધું

રાજકોટના ખોરાણા ગામે રહેતી પૂજા બટુકભાઇ બહુકીયા (ઉ.વ.૧૮)એ સાંજે ફિનાઇલ પી લેતાં રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડાતાં કુવાડવા પોલીસને જાણ કરવામાં આવી હતી. તે ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી છે. તેણી કોલેજમાં અભ્‍યાસ કરે છે. તેણીને નવો મોબાઇલ ફોન લેવો હોઇ પિતાએ હાલમાં લેવાની ના પાડતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

(4:37 pm IST)