Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

રાજકોટ સાયબર ક્રાઈમને ફરિયાદ નોંધવાનો આદેશ હાઈકોર્ટનો આદેશ

 

રાજકોટઃ કિશન પુજારાએ આજથી આશરે છ માહીના પહેલા રાજકોટના બાલાજી વેફર્સનાં માલિક ભ્રુગેશ વિરાણી, ઠેકા કાફે રાજકોટના માલિક ભાવિન વિછી, જી.એસ.ટી. ઓફિસરના પુત્ર મિલન પોરીયા અને તેના મડતીયાઓ વિરૂધ્‍ધ ક્રીપ્‍ટો કરન્‍સીની છેતરપીંડી અને ક્રીપ્‍ટો કરન્‍સી કે તેને લગતી અન્‍ય કોઈ કરન્‍સી અંગે રીઝર્વ બેન્‍કની કોઈ પરમીશન લીધા વિના વહીવટ કરેલ હોય આ કૌભાંડમાં અન્‍ય કોઈ ગુન્‍હા ખુલતા હોય તો તે અંગે રાજકોટ સાયબર ક્રાઈમે યોગ્‍ય તપાસ કરી આરોપી સામે અને તેના મડતીયાઓ સામે પગલાં લેવા અંગે ફરિયાદ કરેલ તો સાયબર ક્રાઈમએ આ ફરિયાદ ઉપર છ મહિના જેવા સમય વીતવા છતાં પણ કોઈપણ પ્રકારના કાનૂની પગલાં લીધેલ નહિ અને એફ.આઈ.આર. પણ નોંધેલ નહી તેથી ફરિયાદી કિશન પુજારાએ હાઈકોર્ટના આ અંગે રીટ દાખલ કરેલ. આ રીટ ઉપર હાઈકોર્ટે રાજકોટ સાયબર ક્રાઈમ અને સરકારને નોટીસ કાઢેલ અને આ ફરિયાદ અંગે સાયબર ક્રાઈમ વિભાગને ફરિયાદના ગુણદોષમાં ઉતર્યા વગર એફ.આઈ.આર. નોંધીને યોગ્‍ય કાર્યવાહી કરવાનો હુકમ ફરમાવેલ.

આ કામમાં ફરિયાદી કિશન દિલીપભાઈ પુજારા તરફે બુધ્‍ધદેવ એસોસીએટસના એડવોકેટ નરેન્‍દ્ર ડી.બુધ્‍ધદેવ, વિષ્‍ણુ એન. બુધ્‍ધદેવ, કુ.ડોલી એન. બુધ્‍ધદેવ અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ પ્રતિક વાય. જસાણી રોકાયેલ હતા.

(4:37 pm IST)