Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ગુરૂદેવ ક્રેડીટ કો.ઓ.સોસાયટીના લોન ધારક મગન નારણીયાને વળતર ચૂકવવા- ૧ વર્ષની સજા ફરમાવતી નામદાર અદાલત

રાજકોટ, તા.૧૬: ગુરૂદેવ ક્રેડીટ કો.ઓ.સોસાયટી દ્વારા રાજકોટની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ દાખલ કરેલ ફરિયાદના કેસમાં આરોપી મગનભાઈ કુંવરજી નારાણીયા, રહે. ૩-હિંગળાજનગર, અમીન માર્ગ, રાજકોટને એક વર્ષની સજાનો હુકમ ફરમાવેલ.

આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, આરોપી મગનભાઈ કુંવરજી  નારણીયાએ ગુરૂદેવ ક્રેડીટ કો.ઓ.સોસાયટીમાંથી જાત-જામીનની લોન લીધેલ જેના ચડત હપ્તા પેટે આરોપીએ ફરિયાદીને રૂ.૧,૪૭,૨૪૫નો ચેક આપેલ. જે ચેક ફંડસ ઈન્‍સફીસીયન્‍ટ'ના શેરા સાથે પરત ફરતા, તેમજ કાનૂની નોટિસ પાઠવવા છતાં તે ચેક મુજબની રકમની ચૂકવણી ન કરતા ફરિયાદી સોસાયટીએ આરોપી મગનભાઈ કુંવરજી નારણીયા વિરૂધ્‍ધ રાજકોટની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરિયાદ દાખલ કરેલ.

ત્‍યારબાદ જે ફરિયાદ ચાલતા જતા કેસમાં ફરિયાદ પક્ષે પુરાવો પૂરો થયા બાદ ગુરૂદેવ ક્રેડીટ કો.ઓ. સોસાયટી ફરિયાદીના એડવોકેટ મલ્‍હાર કમલેશભાઈ સોનપાલએ નામદાર ઉચ્‍ચ અદાલતના અલગ-અલગ ચુકાદાઓ રજૂ કરી ફરિયાદીએ પોતાનું કાયદેસરનું લેણું સાબિત કરેલ હોય તેમજ બચાવ પક્ષે ફરિયાદીના મૌખિક તેમજ દસ્‍તાવેજી પુરાવાનો ખંડનાત્‍મક પુરાવો રજુ રાખી શકેલ ન હોય તે ધ્‍યાને લઇ આરોપીને સજા કરવા રજૂઆત કરેલ.

જે ફરિયાદના એડવોકેટની થયેલ રજુઆતો તેમજ ઉચ્‍ચ અદાલતના રજુ કરેલ ચુકાદાઓ ધ્‍યાને લઇ રાજકોટના એડી. ચીફ  જ્‍યુ. મેજી. શ્રીએ મગનભાઈ કુંવરજી નારણીયાને દોષિત ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ ફરિયાદીને ૧-માસની અંદર ચૂકવી આપવા હુકમ કરેલ છે તથા જો આરોપી ફરિયાદીને ૧-માસની અંદર રકમ ન ચૂકવે તો વધુ છ  માસની કદની સજાનો હકમ કરમાવલ.

આ કામમાં ફરિયાદી વતી રાજકોટના ધારાશાષાી મલ્‍હાર કમલેશભાઈ સોનપાલ રોકાયેલા

(4:38 pm IST)